તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના થર્ડ વેવની તૈયારી:અમદાવાદમાં 3 હજાર ICU, ઓક્સિજન બેડ માટે આગોતરું આયોજન

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાતેય ઝોનમાં હંગામી હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ જેવા સ્થળની યાદી તૈયાર
  • રેમડેસિવિર જેવાં ઈન્જેક્શન અને દવાનો સ્ટોક અગાઉથી મગાવી લેવાની દરખાસ્ત તૈયાર કરી

કોરોનાનો થર્ડ વેવ વધારે ખતરનાક હોવાની શંકા ડોક્ટરો અને વિજ્ઞાનીઓએ વ્યક્ત કરી છે. અમદાવાદ મ્યુનિ.એ અત્યારથી થર્ડ વેવનો સામનો કરવા આગોતરી તૈયારી શરૂ કરી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ સાતેય ઝોનમાં કુલ આઠ સભ્યોની એક ઝોનલ કમિટી બનાવાઈ છે.

આ કમિટીએ સેકન્ડ વેવમાં પડેલી મુશ્કેલીઓનું થર્ડ વેવમાં પુનરાવર્તન ના થાય તે માટેની સમીક્ષા કરી છે. સેકન્ડ વેવમાં મુખ્યત્વે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડવાની મોટી સમસ્યા જોવા મળી હતી. આ ઉપરાંત ઓક્સિજન અને કોરોનાની સારવાર માટે ઉપયોગી ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હતા તે બાબતે પણ આગોતરું આયોજન કરવા પ્રસ્તાવ મૂકાયો છે. હાલ શહેરમાં વધુ ત્રણ હજાર ઓક્સિજન-આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા યોજના બનાવાઈ છે.

સાતેય ઝોનના સભ્યોએ પોતપોતાના ઝોનમાં જુદીજુદી હોસ્પિટલો, કમ્યુનિટી હોલ તથા હંગામી હોસ્પિટલનું માળખું તૈયાર થઈ શકે તેવી જગ્યાનું 18 મેના રોજ નિરીક્ષણ કરી 28મીએ ફીઝીબીલીટી રિપોર્ટ રજૂ કરી દીધો છે. રિપોર્ટમાં 30 જેટલી સાઈટ નક્કી કરવામાં આવી છે જ્યાં સરેરાશ 100 ઓક્સિજન-આઈસીયુ બેડની વ્યવસ્થા થઈ શકે તે માટેનું પ્રાઈમરી પ્લાનિંગ છે. સાઈટ વિઝિટમાં મુખ્યત્વે તમામ સ્થળે ઓક્સિજન લાઈન અથવા ઓક્સિજન ટેક્નની કેવી રીતે વ્યવસ્થા થશે તેનો સેટઅપ પ્લાન તૈયાર કરાયો હતો.

50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે
વેન્ટિલેટરના અભાવે કોઈ વ્યક્તિનું મૃત્યુ ના થાય તે માટે કોર્પોરેશને વધુ 50 વેન્ટિલેટર ખરીદવા નિર્ણય કર્યો છે. આ વેન્ટિલેટર્સને જરૂરિયાત મુજબ કોર્પોરેશનની હોસ્પિટલોને ફાળવવામાં આવશે. કોર્પોરેટરોએ વેન્ટિલેટર માટે બજેટ ફાળવ્યું છે. આ અંગેના ટેન્ડરની પ્રક્રિયા કરી વેન્ટિલેટર ખરીદવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

ઓક્સિજન ટેન્કની કેપેસિટી વધારાશે
હાલ મ્યુનિ સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા છે, પણ હવે તે ટેન્કની કેપેસિટી વધારવા અંગે કમિટીએ વિચાર કર્યો છે. થર્ડ વેવમાં આગોતરી તૈયારીના ભાગરૂપે ટેન્કની કેપેસિટી વધારવી તેમજ ઓક્સિજન પ્લાન્ટ સાથેના કાયમી એમઓયુ કરવાનું પ્લાનિંગ છે.

અન્ય સમાચારો પણ છે...