સુવિધા:ટ્રેનમાં સીટની જેમ પાર્સલ માટે પણ એડવાન્સ બુકિંગ કરાવી શકાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવેમાં હવે પાર્સલ બુકિંગ માટે પણ એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરાઈ છે. હવે જે રીતે લોકો ટ્રેનમાં 120 દિવસ પહેલા એડવાન્સ સીટ બુક કરાવી શકે છે તે જ રીતે પાર્સલ માટે પણ 120 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી પાર્સલ બુકિંગ માટે જગ્યા પહેલાથી જ રિઝર્વ કરાવી શકે છે. લોકોએ બુકિંગ કરાવતી વખતે ભાડા પેટે 10 ટકા રકમ એડવાન્સ ચૂકવવી પડશે જ્યારે ભાડાની બાકીની 90 ટકા રકમ ટ્રેન ઊપડવાના 72 કલાક પહેલાં ચૂકવવી પડશે.

જો કોઈ વ્યક્તિ 72 કલાક પહેલાં 90 ટકા રકમ જમા નહીં કરે તો તેનું બુકિંગ રદ માની એડવાન્સ જમા 10 ટકા રકમ જપ્ત કરાશે. બુકિંગ બાદ તેને કેન્સલ કરાવતી વખતે એડવાન્સ જમા 10 ટકા રકમમાંથી 50 ટકા રકમ કાપી બાકીની રકમ ગ્રાહકને પરત અપાશે. ડિવિઝનના અધિકારીએ જણાવ્યું કે, 21 સપ્ટેમ્બરથી ટ્રેનોના એસએલઆર (લગેજ કોચ)માં પણ એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...