કોરોનાવાઈરસ:ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીને દાખલ કરી ત્યાં જ ટેસ્ટ કરાવો: કોંગ્રેસ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલો પોઝિટિવના રિપોર્ટ પછી જ દર્દીને દાખલ કરે છે: ગ્યાસુદ્દિન
  • ખાનગી હોસ્પિટલની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરોઃ શૈલેષ પરમાર

રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ બાબતે કોઇ ચોક્કસ નિતી ન હોવાથી દર્દીઓ હેરાન થઇ રહ્યા છે અને ખાનગી ડોકટરોની સેવા લેવી જોઇએ તેવી માગ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર,ગ્યાસુદ્દિન શેખ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્ય સચિવને કરી હતી. તેમણે માગ કરી કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીને દાખલ કરીને હોસ્પટિલ દ્વારા જ તેનો ટેસ્ટ કરાવવો જોઇએ. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રૂબરૂમાં મુખ્ય સચિવને મળ્યું હતું. તેમણે મળીને એવી માગ કરી હતી કે, ખાનગી હોસ્પિટલમાં સરકાર કે કોર્પોરેશન હસ્તકની જેટલી હોસ્પિટલ છે તેમાં કેટલા બેડ છે, કેટલા ખાલી છે,કેટલામાં દર્દી છે તેની માહિતી ઓનલાઇન મુકવી જોઇએ. ઉપરાંત ખાનગી હોસ્પિટલો દર્દીનો કોરોના પોઝીટીવનો રીપોર્ટ હોય તો જ દાખલ કરે છે, આ પધ્ધતિ બદલવી શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીને દાખલ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...