‘NO VACCINE, NO ENTRY’:AMC કચેરીઓ પછી હાઇકોર્ટ, યુનિવર્સિટીમાં રસીના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાના કેસો વધતા તાજેતરમાં મ્યુનિ.એ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને તેની કચેરીઓમાં પ્રવેશ નહીં આપવાનો પરિપત્ર કર્યો હતો. હવે હાઇકોર્ટ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ નો-વેક્સિન, નો-એન્ટ્રીનો નિયમ લાવવામાં આવ્યો છે.

હાઇકોર્ટમાં પ્રવેશ દ્વાર પર વકીલો અને સ્ટાફ માટે રસીના બંને ડોઝનું પ્રમાણપત્ર ચકાસવામાં આવે છે. જો કોઇ પાસે રસીના બંને ડોઝનું પ્રમાણપત્ર ન હોય તો તેઓને પ્રવેશ અપાતો નથી. આ ઉપરાંત હાઇકોર્ટમાં વકીલો, પક્ષકારો અને કોર્ટના સ્ટાફ સિવાય કોઇને પ્રવેશની મંજૂરી નથી.

ગુજરાત યુનિવર્સિટીએ 300થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ માટે નિયમ બનાવ્યો છે કે, વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે બહાર પાડ્યો છે.

8,319 લોકોને કોરોના મૃત્યુ સહાયની ચુકવણી કરવામાં આવી
કોરોના સહાયની 8319 મૃતકના પરિવારજનોને રૂપિયા 50 હજાર પ્રમાણે આર્થિક સહાય ચૂકવાઇ છે. સરકારના સત્તાવાર મૃત્યુ આંક મુજબ 3422માંથી 2664 મૃતકના પરિવાર તરફથી ફોર્મ ભરાઇને મળ્યા હતાં. જેમાંથી 2621 હુકમ કરીને 2621ને સહાય પણ ચૂકવી દેવાઇ છે. આ સિવાય 9765 મૃતકના પરિવારજનોએ ફોર્મ ભરીને મોકલ્યા હતાં. આમાંથી 6826 ફોર્મ માન્ય કરીને હુકમ કરી દેવાયા છે. જ્યારે 5698 મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની ચૂકવણી કરી દેવાઇ છે. 5 ફોર્મ રિજેકટ કરાયા છે. હજી પણ મૃતકના પરિવારજનો ઓનલાઇન અને ઓફલાઇન ફોર્મ ભરીને મોકલી રહ્યા છે. સરકારીની ગાઇડ લાઇન મુજબ કોરોના થયાના 30 દિવસ પછી મૃત્યુના કિસ્સામાં ભરાઇને આવેલા ફોર્મ કમિટી સમક્ષ મૂકવામાં આવશે. જેની બેઠક વાઈબ્રન્ટ પછી મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...