પ્રવેશ પ્રક્રિયા:ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશનના પ્રથમ રાઉન્ડમાં 9693 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો, 35 હજારથી વધુ બેઠક ખાલી પડી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાલુ વર્ષે 44276 બેઠક માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
  • વિદ્યાર્થીઓએ 16મી ઓગસ્ટ સુધીમાં ટોકન ટ્યૂશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.

ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન માટે ચાલતી કાર્યવાહી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 44 હજાર 276 બેઠકો પર 9 હજાર 693 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. પહેલાં રાઉન્ડના અંતે ડિપ્લોમાથી ડિગ્રીની 35 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરીંગ પાસ કરેલા વિદ્યાર્થીઓને સીધા ડિગ્રીના બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ માટે 10 ટકા બેઠક અનામત રાખવામા આવે છે. આ ઉપરાંત ગત વર્ષે જે બેઠકો ખાલી પડી હોય તેને પણ ફાળવી આપવામાં આવે છે.

44276 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
આમ ચાલુ વર્ષે 44276 બેઠક માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જુદા જુદા 15 બોર્ડમાંથી ડિપ્લોમા એન્જિનિયરીંગ પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સૂચના આપવામાં આવી હતી. જિસ્ટ્રેશનના આધારે પ્રવેશ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા મેરિટમાં 11 હજાર 113 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો હતો. ચોઈસ ફિલિંગ બાદ આજે મેરિટમાં આવતાં 9693 વિદ્યાર્થીને કોલેજની ફાળવણી કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓએ આગામી 10મીથી 16મી ઓગસ્ટ સુધીમાં ટોકન ટ્યૂશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.

6053 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવશે ( ફાઈલ ફોટો)
6053 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવશે ( ફાઈલ ફોટો)

સ્વનિર્ભર કોલેજોની 30 હજારથી વધુ બેઠક ખાલી
ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે 16 સરકારી અને 3 અર્ધ સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં 4535 બેઠકોમાંથી 3640 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ જ રીતે સ્વનિર્ભર કોલેજોની 109 કોલેજની 39 હજાર 741 બેઠક પૈકી 6053 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવશે.

ડિગ્રી એન્જિનિયરીંગમાં પણ ઓછું રજિસ્ટ્રેશન
ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે પહેલાં રાઉન્ડમાં જ 35 હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આજ સ્થિતિમાં ડિગ્રી એન્જિનિયરીંગની છે. જેમાં 62 હજાર બેઠક પૈકી પ્રવેશ સમિતિએ 40 હજાર બેઠક ભરવાની છે. આ બેઠકો માટે ગત 26મી જુલાઈથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 16મી ઓગસ્ટ સુધી ચાલશે. અત્યાર સુધીમાં માત્ર 20 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે અંદાજે 30 હજારથી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમ માસ પ્રમોશન પછી પણ બેઠકોની સરખામણીમાં અડધા વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન ન કરાવતાં સંચાલકો માટે ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...