તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઝિટર પોલિસી:અમદાવાદની એલજી હોસ્પિટલમાં OPD અને વોર્ડમાં દર્દી સાથે એક જ વ્યક્તિને પ્રવેશ, દર્દીની મુલાકાતનો સમય સાંજે 3થી 5નો રહેશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલજી હોસ્પિટલમાં દર્દીને મળવાનો સમય નક્કી કરાયો - Divya Bhaskar
એલજી હોસ્પિટલમાં દર્દીને મળવાનો સમય નક્કી કરાયો
  • એલજી હોસ્પિટલમાં દર્દીઓના સગા અને સિક્યુરિટી બાઉન્સરો વચ્ચે ઘર્ષણ વધતા AMC હવે 6 વર્ષ જૂની વિઝિટર પોલિસી કડક રીતે અમલ કરાવશે

અમદાવાદની એલજી હોસ્પિટલમાં ભૂતકાળમાં હત્યા અને અવારનવાર મારામારીના કિસ્સા સામે આવ્યા છે. દર્દીઓ અને તેમનાં સગાઓ વચ્ચે હોસ્પિટલમાં પ્રવેશ મામલે ઘર્ષણની ઘટનાઓ બને છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા સગાઓના પ્રવેશને લઇ વિઝિટર પોલીસી બનાવવામાં આવી હતી. જે અમલીકરણ થતી ન હતી. એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી બાઉન્સર અને સગાઓના વચ્ચે ઘર્ષણના કિસ્સા વધતા મણિનગર એલ જી હોસ્પિટલમાં હવે વિઝિટર પોલિસીનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને તેમના સગા હવે બપોરે 3 થી સાંજે 6 દરમિયાન જ મળી શકશે. જનરલ ઓપીડી અને વોર્ડમાં દર્દી સાથે એક જ વ્યક્તિ રહી શકશે. બાળ દર્દી હોય તો બે વ્યક્તિ રહી શકશે. ઇમરજન્સી સારવાર, ઓપરેશન રૂમ અને સ્પેશિયલ રૂમમાં દર્દી સાથે બે સગા રહી શકશે જ્યારે ICUમાં અંદર એક અને બહાર જરૂર પડ્યે એક વ્યક્તિને રહેવા દેવા પરમિશન આપવામાં આવશે.

વિઝિટર પોલીસ કડક રીતે અમલી બનાવાશે
એલજી હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. લીના ડાભીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ આવે છે અને સાથે તેમના સગાઓ પણ આવે છે. એક સાથે ત્રણથી ચાર લોકો આવી જતા હોય છે જેથી ઘણી તકલીફ પડે છે. સિક્યુરિટી સ્ટાફ તેઓને સમજાવે છે ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. જેથી હવે વિઝિટર પોલિસીનો કડક અમલ કરવામાં આવશે. એક દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવા દેવામાં આવશે. દર્દીને મળવાનો સમય પણ સાંજે 4થી 6નો જ રહેશે. આ પોલિસીનો કડક અમલ કરવામાં આવશે.

ફૂડ પેકેટ હોસ્પિટલ કેમ્પસમાં સગા જમે છે તેથી ગંદકી વધે છે
હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીઓની સાથે સગાઓની સંખ્યા વધી જાય છે. તેમના સાથે આવતા સગાના કારણે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેમાં તેમની બેસવાની વ્યવસ્થા અને લિફ્ટનો ઉપયોગ ઉપરાંત ટિફિન તેમજ ફૂડ પેકેટ બહારથી લાવી હોસ્પિટલ કેમ્પસના જમે છે, જેનાથી કૂતરા અને કચરો પણ વધી રહ્યો છે. ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી હવે નિયંત્રણ મૂકવા જરૂરી હોવાથી દર્દી સાથે એક જ વ્યક્તિ રહેવા દેવા અને સાંજે બે કલાક દર્દીને મળવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

બાઉન્સર સાથે ઘર્ષણના પગલે વિઝિટર પોલિસી બહાર પાડી
ગઈકાલે દર્દીઓ અને એલ જીના બાઉન્સર સાથે મારામારી થઈ હતી. બાદમાં બાઉન્સરોને દર્દીના સગા દ્વારા માર મારવામાં આવ્યો હતો. કમ્પાઉન્ડમાં માર મારતા સામસામે ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે મામલે આજે એલ જી સત્તાધીશો અને મનપાના સત્તાધીશો દ્વારા વિઝિટર પોલિસી બહાર પાડવામાં આવી છે. જોકે હવે એલ જી હોસ્પિટલમાં સાંજે 4થી 6 મળવા દેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.