તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી નોકરી:માહિતી ખાતાની વર્ગ-1,2 અને 3ની પરીક્ષાના પ્રવેશપત્રો આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે, આગામી 27મી જૂને પરીક્ષા યોજાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાને કારણે 10મી એપ્રિલની માહિતી ખાતાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કારણે મોકૂફ રાખવામાં આવેલી માહિતી ખાતાની વર્ગ-1, 2 અને 3ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે પરીક્ષા આગામી 27 જૂનના રોજ યોજાશે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-1, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની જાહેરાત અને સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ, વર્ગ-3ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાવાની છે. આ માટે પરીક્ષાના પ્રવેશપત્રો આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે.

16 જૂનથી પરીક્ષાના પ્રવેશપત્રો ડાઉનલોડ કરી શકાશે
માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની નાયબ માહિતી નિયામક, વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2 અને સિનિયર સબ-એડિટર વર્ગ-3 તથા માહિતી મદદનીશ વર્ગ-૩ની પરીક્ષા માટે પ્રવેશપત્રો 16 જૂનથી બપોરે 2 વાગ્યાથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

શું હશે પરીક્ષાનો સમય?
આ પરીક્ષામાં નાયબ માહિતી નિયામક, વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન), વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષા 27, જૂન, 2021ના રોજ સવારે 10 કલાકે યોજાશે. જ્યારે સિનિયર સબ-એડિટર, વર્ગ-3 તથા માહિતી મદદનીશ, વર્ગ-3 ની પ્રિલિમિનરી પરીક્ષા બપોરે 3 કલાકે યોજાશે. આ અંગેની વધુ વિગતો માટે માહિતી નિયામક કચેરીની વેબસાઇટ પર જોવા સૂચન કરાયું છે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કેટલી જગ્યા માટે પરીક્ષા યોજાશે?
રાજ્ય સરકાર દ્વારા વર્કિંગ જર્નાલિસ્ટ તથા પત્રકારત્વક્ષેત્રના યુવાઓ માટે માહિતી ખાતા હસ્તકની વિવિધ સંવર્ગની 100 જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1ની 8, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-2ની 15 અને સિનિયર સબ-એડિટર વર્ગ-3ની 15 તથા માહિતી મદદનીશ વર્ગ-3ની 62 જગ્યા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ મગાવાઈ હતી.

આગામી 10 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી
માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી આ પહેલાં 10 એપ્રિલના રોજ યોજાવાની હતી. આ પરીક્ષામાં પાંચ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાવાની હતી, જ્યારે સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલાં વિવિધ સેન્ટરો પર યોજાવાની હતી. જોકે રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કારણે અનિશ્ચિત મુદત સુધી મોકૂફ રાખવામાં આવી હતી.