તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશનમાં અડચણ:કોમર્સની CDના મળવાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા અટકી પડી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર.

ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12ના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી રજિસ્ટ્રેશન જ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 45,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન બાદની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે ધોરણ 12ના પરિણામની સીડી આપવામાં આવે છે. દર વર્ષે મળતી સીડીમાં આ વર્ષે માત્ર સાયન્સ વિભાગની સીડી યુનિવર્સિટીને મળી છે, પરંતુ હજુ સુધી કોમર્સ વિભાગની સીડી ગુજરાત યુનિવર્સિટીને મળી નથી. જેના કારણે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટેની પ્રક્રિયા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. હજુ 2-3 દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટીને સીડી મળશે. ત્યાર બાદ જ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટેની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સીડી મળતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા રજિસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ અપલોડ કરેલ ડોક્યુમેન્ટના આધારે બોર્ડ દ્વારા સીડી આપવામાં આવશે. તેમાં પણ જે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ અપલોડ કરશે તેને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેરીફાઈ કરશે અને તે બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...