GUની પ્રવેશ પ્રક્રિયા:ગુજરાત યુનિવર્સિટીમાં BSCની એડમિશન પ્રક્રિયા પૂર્ણ, આ વર્ષે 9 હજાર સીટો ખાલી પડી રહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.ની ફાઈલ તસવીર
  • BSCમાં કુલ 15000 બેઠકો પૈકી 6000 બેઠક જ ભરાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. મોટા ભાગના કોર્ષની એડમિશન પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે સાયન્સ વિભાગમાં BSCની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. BSCમાં કુલ 15000 બેઠકો પૈકી 6000 બેઠક જ ભરાઈ છે. જ્યારે હજુ 9000 બેઠક ખાલી છે, જોકે અત્યારે પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા સમય કરતા મોડા શરુ થઇ હતી. જેથી એડમિશન પ્રક્રિયા ઝડપી કરવા એડમિશન કમિટી દર પ્રયત્ન કરવામાં આવતા હતા પરંતુ નાની મોટી ખામીઓને કારણે એડમિશન પ્રક્રિયા ધીમી પડી હતી. ત્યારે દિવાળી પણ આવી રહી છે જે બાદ પરીક્ષા શરુ થશે. જેથી એડમિશન પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી અને હવે BSC વિભાગમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. BSCમાં આ વર્ષે A કરતા B ગ્રુપમાં વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

BSCની એડમિશન કમિટીના સભ્ય એચ.એમ.પટેલે જણાવ્યું હતું કે, BSCમાં કુલ 15000 બેઠક હતી જે પૈકી 6000 બેઠક પર જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે BSCમાં A ગ્રુપ કરતા B ગ્રુપમાં ઘસારો વધુ જોવા મળ્યો હતો. માઈક્રો બાયોલોજી અને બાયોટેકમાં વધુ પ્રવેશ વિદ્યાર્થીઓએ લીધો છે. અત્યારે BSCની પ્રવેશ પ્રકિયા સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે, તમામ વિદ્યાર્થીઓને અત્યાર સુધી પ્રવેશ આપી દેવામાં આવ્યા છે, હજુ કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જશે તો પ્રવેશ માટે વિચારણા કરવામાં આવશે.