તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પ્રક્રિયા:કોરોનાનું સંક્રમણ વધતા આ વર્ષે કોલેજોમાં ઓગસ્ટ મહિનાની શરુઆતમાં એડમિશન પ્રક્રિયા શરુ થશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં કોલેજમાં એડમિશન થઈ જતાં હોય છે

કોરોના વાયરસની મહામારીને હવે એક વર્ષ સમાપ્ત થયું છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર દેખાતો નથી. રોજે રોજ કોરોનાના વધતા કેસથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત 18 માર્ચથી શાળા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ 10મી એપ્રિલ સુધી બંધ કરી દીધું હતું. પરંતુ હવે નવા સત્રથી શરુ થતી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા આ વર્ષે પણ એકથી દોઢ મહિના જેટલી મોડી શરુ થશે.

અભ્યાસ ઓનલાઇન કરવામાં આવ્યો હતો
ગત વર્ષે કોરોના ને કારણે અભ્યાસ ઓનલાઇન કરવામાં આવ્યો હતો.કોલેજમાં પરિક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી હતી અને કેટલાક વિષયોમાં પરિક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી જેના કારણે એડમિશન પ્રક્રિયા પણ મોડી શરૂ થઈ હતી.ગત વર્ષે કોરોના ને કારણે 20-30 દિવસ જેટલો સમય કોલેજમાં એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે પણ કોરોના ને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થશે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે
આ વર્ષે 10 અને 12મા ધોરણની પરીક્ષા મે મહિનામાં યોજાવવાની છે બાદમાં જૂન મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે અને પરિણામ જાહેર થયા બાદ 15 દિવસ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતી હોય છે.જેથી સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં કોલેજમાં એડમિશન થઈ જતાં હોય છે તેની જગ્યાએ આ વર્ષે જુલાઈમાં અંતમાં અથવા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે.

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો