તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો આક્ષેપ:ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સુભાન સૈયદ - Divya Bhaskar
યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સુભાન સૈયદ
  • ગુજરાત યુનિવર્સિટીમાં 950 બેઠક સામે 2 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન થયાં

કોરોનાની બીજી લહેર દરમિયાન ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક તરફ ખાનગી યુનિવર્સિટીઓએ એડવાન્સમાં એડમિશન આપી દેતાં હાલમાં એડમિશન ફૂલ થઈ ગયાં છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં હજી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. આ બાબતે યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે જ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.

ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ થઈ ગયાં
યુથ કોંગ્રેસના પ્રદેશ મંત્રી સુભાન સૈયદે જણાવ્યું હતું કે પરિણામ અગાઉ જ ખાનગી યુનિવર્સિટીએ એડમિશન આપવાનું શરૂ કરી દીધું હતું. પરિણામ આવતા જ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન ફૂલ થઈ ગયા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં હજુ સુધી રજિસ્ટ્રેશન જ ચાલી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પરિણામ આવતા જ એડમિશન પ્રક્રિયા શરૂ કરી હોત તો વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીમાં એડમીશન ના લેવું પડત. વિદ્યાર્થીઓએ એડમિશન ન મળે તે ડરથી ખાનગી યુનિવર્સિટીમાં એડમીશન લઈ લીધું છે. હોશિયાર વિદ્યાર્થીઓએ મોટા ભાગે અગાઉથી જ વધુ ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં એડમીશન લીધું છે.

950 બેઠક સામે 2 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન થયાં
ગુજરાત યુનિવર્સિટી પાસે B.COM,BBA,BCA,ઈન્ટિગ્રેટેડ,MBA,MSC IT સહિતના કોર્ષમાં 65 હજારથી વધુ બેઠક છે. દર વર્ષે કેટલીક બેઠક ખાલી રહે છે પરંતુ આ વર્ષે તમામ બેઠક ભરાઈ જશે. ઉપરાંત 20 હજાર બેઠક વધુ ભરાઈ તેવી શક્યતા છે. એટલે 85 હજાર બેઠક ભરાય તેવી શક્યતા છે.સૌથી વધુ રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં ઈન્ટિગ્રેટેડ કોર્ષ હોય તે તમામ વિભાગમાં થઈ રહ્યા છે. હવે મોટા ભાગના વિષયમાં ઈન્ટિગ્રેટેડ 5 વર્ષના કોર્ષ શરૂ કરવા.આવ્યા છે.અત્યારે 950 બેઠક સામે 2 હજાર કરતા વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે
ગુજરાત યુનિવર્સિટી પાસે B.COM,BBA,BCA,ઈન્ટિગ્રેટેડ,MBA,MSC IT સહિતના કોર્ષમાં 65 હજારથી વધુ બેઠક છે. દર વર્ષે કેટલીક બેઠક ખાલી રહે છે પરંતુ આ વર્ષે તમામ બેઠક ભરાઈ જશે. ઉપરાંત 20 હજાર બેઠક વધુ ભરાઈ તેવી શક્યતા છે. એટલે 85 હજાર બેઠક ભરાય તેવી શક્યતા છે.85 હજાર રજિસ્ટ્રેશન થાય કે તેથી વધુ રજિસ્ટ્રેશન થાય પરંતુ અમારી પાસે વ્યવસ્થા છે. તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે. કોઈ પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત નહિ રહે. એવું કુલપતિએ અગાઉ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...