તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ પ્રક્રિયા:ગુજરાત યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સના 4 કોર્ષ માટે 15 સપ્ટે.થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત યુનિવર્સિટીમાં નવુ સત્ર શરૂ થતાની સાથે અનેક અલગ અલગ કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સના PG ડિપ્લોમા ક્લિનિક ઇમરજન્સી અને આસિસ્ટેડ રિપ્રોડકટિવ ટેકનોલોજી, PG ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, PG ડિપ્લોમા ઈન ઇન્ફોર્મેશન સિક્યુરિટી એન્ડ ઇનસિડેન્ટ રિસ્પોન્સ અને PG ડિપ્લોમા ઈન ડિજિટલ ફોરેન્સિકના 4 કોર્ષમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

બાયોલોજીકલ સાયન્સમાં 55 ટકા કે તેથી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શકશે. 15 સપ્ટેમ્બરથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેમાં 15 સપ્ટેમ્બરે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ પરથી ફોર્મ લેવાનું રહેશે. 17 સપ્ટેમ્બર સુધીમાં ડિપાર્ટમેન્ટ પર ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે અને 20 સપ્ટેમ્બરે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. જે બાદ મેરિટમાં નામ આવનાર વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરીને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...