તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન પ્રક્રિયા:ME/M.TECH અને M.PHARMના મેરિટ બાદ પ્રવેશ ફાળવણી કરાઈ, 8 સપ્ટેમ્બર સુધી ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ME/M.TECHની કુલ 68 કોલેજમાં 5666 બેઠક, M.PHARMમાં 55 કોલેજમાં 1712 બેઠક
  • M.PHARMની તમામ 154 સરકારી બેઠક ભરાઈ ગઈ
  • M.TECHમાં 1419 સરકારી બેઠકમાંથી 1279 બેઠક ભરાઇ

કોરોનાને કારણે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પણ મોડા શરૂ થઈ છે, ત્યારે ME/M.TECH અને M.PHARM માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે માટે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે હવે ME/M.TECH અને M.PHARMનું પ્રથમ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. ફાળવણીમાં સ્થાન મેળવેલા વિદ્યાર્થીઓએ 8 સપ્ટેમ્બર સુધીમાં ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.

વિદ્યાર્થી ટોકન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશે
ME/MTECHની કુલ 68 કોલેજમાં 5666 બેઠક છે, જ્યારે M.PHARMમાં 55 કોલેજમાં 1712 બેઠક છે. ME/M.TECHમાં 2658 અને M.PHARMમાં 1312 વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરી હતી. જેની સામે પ્રથમ રાઉન્ડમાં ME/M.TECHમાં 2308 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. M.PHARMમાં 1074 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. પ્રવેશ ફાળવેલા વિદ્યાર્થીઓએ 8 સપ્ટેમ્બર સુધીમાં ટોકન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવું પડશે.

ખાનગી બેઠકો હજુ ખાલી
M.TECHમાં 1419 સરકારી બેઠકમાંથી 1279 બેઠક ભરાઇ છે, જ્યારે 4247 ખાનગી બેઠકમાંથી 1029 બેઠક ભરાઈ છે. જ્યારે M.PHARMમાં 154 સરકારી સીટની સામે 154 સીટ ભરાઇ ગઈ છે. જ્યારે ખાનગી 1558 બેઠક પૈકી 920 બેઠક ભરાઈ છે. ME/M.TECHમાં 3358 બેઠક ખાલી છે. જ્યારે M.PHARMમાં 638 બેઠક ખાલી છે.