એડમિશન પ્રક્રિયા:ડિગ્રી એન્જિનયરિંગના એડમિશનમાં પ્રથમ રાઉન્ડમાં 21962ને પ્રવેશ ફાળવણી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિગ્રી એન્જીનયરિંગમાં એડમિશન પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે જેમાં 29014 વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે મેરીટ ફાળવણી કરવામાં આવી હતી.24229 વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલિંગ કરી હતી.મેરીટ અને ચોઇસ ફીલિંગના આધારે 21962 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.113 કોલેજોની 51381 બેઠક પર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમને એડમિશન ફાળવ્યા તે વિદ્યાર્થીઓ ફી ભરીને પ્રવેશ કનફોર્મ કરવી શકે છે.

ME/MTECHમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં 73 કોલેજોની 6232 બેઠકો પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.2133 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા જેમાંથી 1870 વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલિંગ કર્યું હતું. આજે પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં 1770 વિદ્યાર્થીઓને બેઠક ફાળવવામાં આવી છે.એડમિશન ફાળવેલ વિદ્યાર્થીઓએ 3 સપ્ટેમ્બર સુધી ફી ભરીને એડમિશન કનફોર્મ કરાવવાનું રહેશે તે બાદ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...