તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMના હસ્તક્ષેપની માગ:સંચાલકો ફી બાકી હોય તેવા બાળકોના લિવિંગ સર્ટિફિકેટ અટકાવવા માગે છે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શાળા સંચાલક મંડળે જરૂરી પરિપત્ર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે
  • 3 દિવસમાં સરકાર કોઈ નિર્ણય ન લે તો હાઇકોર્ટમાં જવાની સંચાલકોની ચીમકી

માસ પ્રમોશન થતા ઘણાં વાલીઓએ સ્કૂલોની ભરી નથી, આ વાલીઓ બાળકો ફી ન ભરે ત્યાં સુધી લિવિંગ સર્ટિ અટકાવવા માટે સ્કૂલોને મંજૂરી આપવા માટેનો પરિપત્ર કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મંડળે ચીમકી આપી છે કે જો આ અંગે સરકાર ત્રણ દિવસમાં કોઇ નિર્ણય નહીં લે તો મજબૂરીમાં હાઇકોર્ટમાં જવું પડશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરી છે કે, સ્કૂલ સંચાલકોએ 25 ટકા ઉપરાંત જરૂરિયાતમંદ વાલીઓને ફી માફી આપી છે. સ્કૂલોને ટકાવવા માટે ફી એક માત્ર આવકનો સ્ત્રોત છે. ઘણા વાલીઓની શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી બાકી હોવા છતા પણ આ ફી ઉઘરાવવા અંગે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. ઘણાં ફી બાકી હોય તેવા વાલી સ્કૂલના સંપર્કમાં પણ નથી. જ્યારે આ વાલી બાળકનું એલ.સી લેવા માટે આવે ત્યારે પણ બાકી ફી ભરતા નથી. તેથી સ્કૂલોના અસ્વિત્વ સામે પ્રશ્ન ઉભો થયો છે.

આ સંજોગોમાં જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેવા વાલીઓને ફી ભર્યા બાદ જ સ્કૂલ ટ્રાન્સફર કરી શકે તે સંબંધે પરિપત્ર અથવા આદેશ કરે તેવી અરજ છે.

ગાઇડલાઇનના અભાવે ફી ઉઘરાવી શકતા નથી
સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ફી માફી આપ્યા બાદ જો વાલી બાકીની ફી ન ભરે તો સ્કૂલો શું પગલા લઇ શકે તે અંગે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી સ્પષ્ટ ગાઇડલાઇનના અભાવે સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવી શકતા નથી, ઘણાં વાલીઓ તેનો ગેરલાભ પણ ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...