માગણી:રાજ્ય સરકાર ફી માફીની જાહેરાત જલદી કરે તેવી સંચાલકોની માગ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિર્ણય ન લેવાતા વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણના કિસ્સા વધ્યા

ખાનગી સ્કૂલ સંચાલકોએ માંગ કરી છે કે સરકારે ફી માફીની જાહેરાત બને તેટલી જલદી કરવી જોઇએ. કારણ કે મોડા નિર્ણયથી વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણના કિસ્સા વધી રહ્યાં છે.

સંચાલકોના મતે, ફીના મુદ્દાે સરકારે યોગ્ય નિર્ણય જાહેર કરી દેવો જોઇએ. કારણ કે મોડા નિર્ણયની અસર સ્કૂલ અને વાલીઓના સંબંધો પર થઇ રહી છે. જે શિક્ષણ માટે યોગ્ય નથી. અમદાવાદ પૂર્વની સ્કૂલ સંચાલકોના આગેવાન ભરત સવાણીએ જણાવ્યું કે, ફી અંગેનો નિર્ણય સરકારે જલદી જાહેર કરવો જોઇએ. જો સરકાર ફી માફીની જાહેરાત કરશે તો વાલીને પણ ખ્યાલ રહેશે કે તેણે કેટલી ફી ભરવાની છે. ઉપરાંત જો સ્કૂલો પાસે ફીની આવક થશે તો તેઓ સ્ટાફ અને અન્ય ખર્ચની ચૂકવણી કરી શકશે. અમારા જ ગ્રૂપના ઘણા સંચાલકોએ લોન લીધી છે. તેઓ ક્યાં સુધી શિક્ષકોના પગાર ચૂકવી શકશે તે પણ એક સમસ્યા છે.

ટેક્નિકલ કોલેજોની ફી ઘટાડતા પહેલાં એફઆરસી 11 કોલેજોનો મત જાણશે
સ્કૂલોની માફક કોલેજોમાં પણ ફી માફી થાય અને રાહત મળે તે માટે ફી માફીની જાહેરાત કરતા પહેલા ટેક્નિકલ કોર્સની એફઆરસી ગુજરાતની વિવિધ 11 કોલેજો અને 3 એસોસિએશનને તેમનો પક્ષ મુકવાનો મોકો આપશે. 10 દિવસ દરમિયાન રાજ્યની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ કેટલી ફી માફ થવી જોઇએ તેના વિશે પોતાના વિચારો કમિટી સામે રજુ કરશે. પ્રવક્તા સી.એ જૈનિક વકિલે જણાવ્યું હતું કે, ટેક્નિકલ કોર્સની દરેક કોલેજોને પૂછવું શક્ય નથી. તેથી દરેક ઝોનમાંથી વિવિધ કોર્સની બેથી ત્રણ કોલેજોને ફી ઘટાડા અંગે તેમનો પક્ષ મુકવાનો મોકો અપાશે.

અન્ય સમાચારો પણ છે...