તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી એવા રેમડેસીવિર ઇન્જેક્શનનો રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઉપરાંત મેડીકલ ઓક્સિજન તથા ફેવીપીરાવીર ટેબલેટનો પૂરતો જથ્થો રાજ્યમાં હોવાની માહિતી ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ આપી હતી. તેમણે જનતાને દવાની અછત અંગે ગભરાટ કે દહેશત ન રાખવાની અપીલ પણ કરી હતી.
રાજ્યમાં 32 હજારથી વધુ રેમડેસીવિર ઇન્જેક્શનનું વિતરણ
ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસો થકી રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલો છે. આજરોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,860 ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે.
જે પૈકી અમદાવાદમાં 5478 ઇન્જેક્શન, વડોદરામાં 2290 ઇન્જેક્શન, સુરતમાં 1852 ઇન્જેક્શન, રાજકોટમાં 216 ઇન્જેક્શન, મહેસાણામાં 414 ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19,105 ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવશે, આમ કુલ 32,965 ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.
ઝાયડસ કેડિલામાં દૈનિક 30 હજાર ઇન્જેક્શનોનું ઉત્પાદન
રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા 30,000 ઇન્જેક્શનોનું દૈનિક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 6 ઇન્જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના 5000 દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન ઝાયડસ કેડિલા દ્વારા કરવામાં આવે છે.
મેડિકલ ઓક્સિજન તથા ફેવીપીરાવીર દવા પૂરતા પ્રમાણમાં
વધુમાં ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જાહેર જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરેલી છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.