અમદાવાદ / કસ્ટોડિયલ વાયોલન્સ ચલાવી ન લેવાય, ઝડપી તપાસ થવી જ જોઈએ: એડિશનલ ડી.જી હસમુખ પટેલે કરેલી ટ્વિટ

Additional DG Hasmukh Patel's tweet Custodial violence should not allow quick investigation must be done
X
Additional DG Hasmukh Patel's tweet Custodial violence should not allow quick investigation must be done

  • હસમુખ પટેલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને પોલીસ કસ્ટડીમાં વાયોલન્સની તપાસ કરવા મત વ્યક્ત કર્યો
  • હસમુખ પટેલે તમિલનાડુમાં પિતા અને પુત્રની કથિત કસ્ટોડિયલ મોતની ઘટનાના અનુસંધાનમાં ટ્વિટ કરી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 01:52 PM IST

અમદાવાદ. આજે એડિશનલ DG હસમુખ પટેલે એક બાદ એક ત્રણ ટ્વિટ કર્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરેલા ટ્વિટમાં તેમણે કસ્ટોડિયલ વાયોલન્સની તપાસ કરવાની માગ કરી છે. સાથે જ તેમાં કસૂરવાર જણાય તેઓ વિરૂધ્ધ ઝડપથી કાનૂની પગલા લેવાની સાથે પોલીસ દળને યોગ્ય મેસેજ જશે અને ભવિષ્યમાં ગુના અટકશે. તેમજ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની હિમાયત
હસમુખ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કસ્ટોડિયલ વાયોલન્સ સંદર્ભે કરેલા ટ્વિટમાં આવા ગુનામાં સંડોવાયેલા પોલીસક્રર્મીઓ સામે તપાસ કરવાની વાતને સમર્થન આપ્યું છે. કોઈ આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયાના આક્ષેપ થયા હોય તેમા ઝડપી તપાસ કરી જવાબદારને વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવાથી પોલીસમાં પણ કડક મેસેજ જશે અને આવનાર સમયમાં ગુના અટકશે અને લોકોમાં વિશ્વાસ વધશે તેવી વાત ટ્વિટમાં કરાઈ છે.

તમિલનાડુની ઘટના સંદર્ભમાં ટ્વિટ
હસમુખ પટેલે ટ્વિટ કરી છે તેનો સંદર્ભ તેમણે 29 જૂને કરેલી ટ્વિટ સાથે છે. જેમાં તેમણે તમિલનાડુમાં પિતા અને પુત્રની કથિત કસ્ટોડિયલ મોતની ઘટનાને દુઃખદ ગણાવી હતી. જો પોલીસના દુરાચારની દરેક ઘટનાને ગંભીરતાથી લેવાાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાય તો આવી ઘટનાઓને રોકી શકાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી