યાત્રીગણ કૃપયા ધ્યાન દે:ઉનાળું વેકેશનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો કોચ ઉમેરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેનની ફાઈલ તસવીર - Divya Bhaskar
ટ્રેનની ફાઈલ તસવીર
  • અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

હાલમાં સ્કૂલોમાં રજાઓ ચાલી રહી છે, એવામાં મોટી સંખ્યામાં મુસાફરો ઉનાળુ વેકેશનમાં બહાર ફરવા જતા હોય છે. ત્યારે યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.

  • ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 12 જૂન 2022 સુધી કોચ ઉમેરવામાં આવશે.
  • ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસમાં 11 જૂન 2022 સુધી વધારાનો એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.

અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર સ્ટોપેજ
પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચાંદુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

  • ટ્રેન નં. 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 15:26/15:27 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20:54/20:55 કલાક રહેશે.
અન્ય સમાચારો પણ છે...