તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:અમદાવાદમાં સરદારનગરની ખોડલધામ સોસાયટી સહિત ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને એક મુક્ત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં આજે(27 ડિસેમ્બર) કુલ 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પૈકીના વધુ 1 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્ત કરવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં 3 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાતા શહેરમાં 13 કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. સરદારનગરની ખોડલધામ સોસાયટીને માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી છે. જેને કારણે 32 ઘરના 175 લોકો માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ ઘરમાં બંધ રહેશે. જ્યારે નિકોલની નિલકંઠ સોસાયટીના 20 ઘર અને થલતેજના ગુલાબ ટાવરના 6 ઘર માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે.

શહેર અને જિલ્લામાં 47 દિવસ બાદ પહેલીવાર 178 નવા કેસ
24 કલાકમાં શહેર અને જિલ્લામાં 178 નવા કેસ અને 183 દર્દી સાજા થયા છે. જ્યારે 4 દર્દીના મોત થયા છે. આમ 10 નવેમ્બર બાદ એટલે કે 47 દિવસ બાદ પહેલીવાર 178 કેસ નોંધાયા છે. 26 ડિસેમ્બરની સાંજથી 27 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 172 અને જિલ્લામાં 6 નવા કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 175 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 56,966 થયો છે. જ્યારે 51,790 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,237 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો