તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા:અદાણીના વિલ્મરના તેલના ડબામાં ઓછું વજન નીકળ્યું, રિલાયન્સ હજીરાનો 2.5 કરોડનો પાણી વેરો બાકી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અદાણીના વિલ્મરના તેલના ડબામાં 142 ગ્રામથી 1.480 કિલોનો જથ્થો ઓછો નીકળ્યો

રાજ્ય વિધાનસભા ગૃહમાં અદાણી વિલ્મર લી.ના રિફાઇન્ડ સનફલાવર ઓઇલના જૂદા જૂદા ડબ્બાઓની ચકાસણી કરતા 142 ગ્રામથી લઇને 1.480 કિ.ગ્રામનો જથ્થો ઓછો નીકળ્યો હોવાનું અને સુરતના હજીરા સ્થિત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાણી વેરા પેટે રૂ. 2.31 કરોડની રકમ બાકી છે તેમ સરકારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. આદાણી સામે વજન ઓછાની ફરિયાદ કરનાર ફરિયાદ યોગ્ય પુરાવા રજૂ કરી ન શકતા તેમજ ફરિયાદનો સમયગાળો વધુ હોવાથી અદાણી વિલ્મર સામે કોઇ કાર્યવાહી થઇ શકી નથી. જ્યારે રિલાયન્સે પાણી વેરા મામલે રીલાયન્સે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે તેવી સરકારે સ્પષ્ટતા કરી હતી.

રાજ્યમાં રોજ 18થી વધુ બાળકો જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યાં
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાંથી વિગતો તારવીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે પાછલાં બે વર્ષમાં ગુજરાતમાં દરરોજ 18 બાળકો જન્મ લીધા બાદ ગણતરીના કલાકોમાં જ મૃત્યુ પામ્યાં. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલાં પ્રત્યુત્તરમાંથી આ વિગતો તારવાઇ હતી. આ અનુસાર ગુજરાતમાં વર્ષ 2019 અને 2020 દરમિયાન 1.06 લાખ કરતાં વધુ નવજાત બાળકો જન્મ પછી નિયોનેટલ આઇસીયુ અથવા સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ કરાયાં બાદ તેમાંથી 13,500 જેટલાં નવજાત મૃત્યુ પામ્યાં હતાં. પટેલે આપેલી વિગતો અનુસાર આવાં 1.06 લાખ બાળકોમાંથી 70 હજાર જેટલાં બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યાં બાદ એનઆઇસીયુમાં દાખલ કરવા પડ્યાં હતાં.

પ્રાથમિક સ્કૂલોમાં છાત્રોની સંખ્યા 4.53 લાખ ઘટી
વિધાનસભામાં શિક્ષણ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો.અનીલ જોશિયારાએ ગંભીર બાબત રજૂ કરતા કહ્યું હતું કે વર્ષ 2015-16માં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 90.67 લાખ હતી. જે ઘટીને આજે 86.14 લાખ થઇ ગઇ છે. એટલેકે 4.53 લાખ ઘટી છે. દીકરીઓની સંખ્યામાં 1.59 લાખનો ઘટાડો થયો છે. જેનો મતલબ એ થયો કે બાળકો હવે સ્કૂલમાં જવાનું ટાળી રહ્યા છે.

રાજ્યમાં 9710 શિક્ષકો અને 927 અધ્યાપકો ભરાશે
વિધાનસભામાં શિક્ષણ વિભાગના બજેટની ચર્ચાના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3900 વિદ્યા સહાયકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં 5810 શિક્ષણ સહાયકો મળી કુલ 9710 શિક્ષકોની ભરતી કરવામાં આવશે જ્યારે કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે. હાઇકોર્ટ અને અન્ય કોર્ટોમાં પણ 484 જગ્યાઓની ભરતી કરવા સરકારે બજેટમાં 11.18 કરોડની જોગવાઇ કરી હોવાનું કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો