તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલોની સમગ્ર રેન્જ અને ફૂડ પ્રોડકટસનું વેચાણ કરતી એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની 5 દુકાનોમાંથી સનફલાવર ઓઈલનાં ટીનનો નકલી જથ્થો મોટા પ્રમાણમાં પકડી પાડયો છે તેવુ કંપનીના અધિકારીઓ જણાવે છે. સનફ્લાવર ઓઈલના ટીનનો નકલી જથ્થો ફોર્ચ્યુન સનફલાવર ઓઈલના નામે વેચાઈ રહ્યો છે. તેવી ચોકકસ માહિતીના આધારે અદાણી વિલ્મરની ટીમે, ઝોન 5ના ડીસીપી અચલ ત્યાગીના સહયોગથી પોલિસ ઈન્સપેકટર કે એસ દવેની આગેવાનીમાં રામોલ પોલિસની ટીમ સાથે મળીને વસ્ત્રાલના ઉત્સવ સીટી વિસ્તારની કેટલીક દુકાનોમાં દરોડા પાડયા હતા.
અદાણી વિલ્મરના પ્રવક્તા જણાવે છે કે, ‘વસ્ત્રાલની 5 દુકાનોમાંથી ફોર્ચ્યુનનાં નકલી લેબલ લગાવવામાં આવ્યાં હોય તેવાં સનફલાવર ઓઈલનાં કુલ 190 ટીન જપ્ત કરવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલા માલની કીંમત રૂ. 3.78 લાખ થાય છે. પકડાયેલા માલનો જથ્થાને અસલી ટીન સાથે સરખાવાતાં લેબલનો કલર, હોલોગ્રામ અને ફોન્ટસ, ઉત્પાદન એકમના સરનામું તથા લઘુત્તમ પોષણ મૂલ્ય જેવી કેટલીક વિગતો ફોર્ચ્યુનનાં અસલી ટીન સાથે મળતી આવતી ન હતી.’
બાલાજી જનરલ સ્ટોર્સ, બાલાજી ટ્રેડર્સ, રાહુલ પ્રોવિઝન સ્ટોર, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર અને મમતા ટ્રેડર્સમાંથી ડુપ્લીકેટ ઓઈલ ટીન મળી આવ્યાં છે. આ તમામ દુકાનો વસ્ત્રાલના ઉત્સવ સીટી વિસ્તારમાં આવેલી છે. રામોલ પોલિસે દુકાનોના માલિકો સામે આઈપીસીની કલમ 482, 483 અને 486 તથા કોપીરાઈટસ એકટની કલમ 51 અને 63 હેઠળ બાલાજી જનરલ સ્ટોર્સના માલિક રમેશ સોલંકી, રાહૂલ પ્રોવિઝન સ્ટોર્સના માલિક રાહૂલ બચાણી, બાલાજી ટ્રેડર્સના માલિક બાદલ મહેશ્વરી, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર્સના અનિલ પટેલ તથા મમતા ટ્રેડર્સના સંદીપ જૈન સામે એફઆઈઆર ફાઈલ કરી છે.
પોલિસ આ ડુપ્લીકેટ ટીન અને નકલી લેબલીંગના મૂળ સ્થળ અંગે તપાસ કરી રહી છે. અદાણી વિલ્મર તેની તમામ પ્રોડકટસમાં પ્રોસેસિંગ અને સપ્લાય ચેઈનમાં ફૂડ સેફટીના નિયમોનુ કડક પાલન કરે છે અને ગ્રાહકો તેમની આ લોકપ્રિય બ્રાન્ડમાં અપાર વિશ્વાસ અને શ્રધ્ધા ધરાવે છે. અદાણી વિલ્મર એ દેશમાં સૌથી ઝડપથી વિકસતી એફએમસીજી ક્પની છે અને ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ તેના વિસ્તૃત પ્રોડકટ પોર્ટફોલિયોમાં ખાદ્યતેલો, આટા, ચોખા, બેસન, સોયાબીન ચંક્સ, ખાંડ, રેડી ટુ કૂક ખીચડી, સોયા ચંકીઝ અને અન્ય પ્રોડકટસનો સમવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.