ખાનગીકરણ:અમદાવાદ એરપોર્ટ પર હવે લોકો પાસેથી અદાણી પાર્કિંગ ચાર્જ વસૂલશે, ખાનગી ટેક્સી પાર્ક થતી હતી તે મેદાન કોર્ડન કરાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ પર પ્રવેશતાં જ વાહનની કમ્પ્યૂટરાઈઝ્ડ એન્ટ્રી થશે બહાર નીકળે ત્યારે ફરીથી સ્કેનિંગ કરી પાર્કિંગ ચાર્જ વસૂલાશે

અદાણીએ એરપોર્ટ ટેકઓવર કર્યા બાદ એરપોર્ટ ટર્મિનલ બહાર આવેલા ખુલ્લા મેદાનોને કોર્ડન કરવાનું શરૂ કર્યું છે. એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ બિલ્ડિંગ સામે આવેલા મેદાનને પતરાંથી કોર્ડન કર્યા બાદ ત્યાં સિક્યોરિટી ગાર્ડ ગોઠવી દેવાયા છે. આ મેદાનમાં ખાનગી ટેક્સી પાર્ક થાય છે. દિવાળી બાદ અદાણી લોકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરશે.

વધુમાં ટર્મિનલ બિલ્ડિંગ ટી-1 અને ટી-2 સામે આવેલા મેદાનમાં તેમજ ગુજસેલ બિલ્ડિંગ સામે આવેલા મેદાનમાં પણ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે. દિવાળી બાદ એરપોર્ટ પર પેઈડ પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.

હાલમાં એરપોર્ટ પર પેસેન્જરોને મુકવા-લેવા આવતા તમામ વાહનચાલકો ફ્રીમાં અવરજવર કરી રહ્યાં છે. એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં ગયા બાદ હવે તમામ વાહનચાલકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનું આયોજન છે. જેમાં એરપોર્ટ પર પ્રવેશતાં જ વાહનની કમ્પ્યુટરાઈઝ એન્ટ્રી કરવાની સાથે તેઓ બહાર નીકળે ત્યારે ફરીથી વાહનોનું સ્કેનિંગ કરી તેમની પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ પર આવતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર માટે અલગ-અલગ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...