તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદને લીધે અદાણીની પીછેહઠ:અમદાવાદ એરપોર્ટ પર રાતોરાત તમામ લોગો હટાવાયા, કંપનીનું કહેવું છે કે ‘બ્રાન્ડિંગ પોલિસીમાં ફેરફાર થતાં લોગો હટાવ્યા છે’

અમદાવાદ16 દિવસ પહેલા
એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ હોર્ડિંગમાં અદાણીએ લોગો લગાવ્યા હતા. અદાણીએ રવિવારે રાતે અચાનક હોર્ડિંગમાંથી તમામ લોગો હટાવી દીધા હતા.
  • નવેમ્બર 2020માં એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ અદાણીએ એએઆઈ કરતાં મોટો લોગો અને પોસ્ટર લગાવતાં વિવાદ થયો હતો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અદાણી દ્વારા તેના તમામ લોગો રવિવારની રાતે અચાનક હટાવી દીધા છે. સોમવારે સવારે કર્મચારીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે બોર્ડ પર તેમજ અનેક સ્થળે લગાવેલા અદાણીના લોગો ગાયબ હોવાથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. રાતોરાત અદાણીના તમામ દૂર કરી દેવાતા એરપોર્ટના કર્મચારીઓની સાથે ટેક્સી ચાલકો સહિત અન્ય તમામ લોકોમં ભારે કુતુહલ સર્જાયું હતું.

અમદાવાદ એરપોર્ટનું સંચાલન નવેમ્બર 2020માં અદાણીએ હાથમાં લીધું હતું. ત્યારે અદાણી ગ્રુપ દ્વારા તાજ સર્કલથી એરપોર્ટ તરફ જતા રોડ પરના મોટા બેનર તેમજ અનેક સ્થળે અદાણીનો મોટો લોગો લગાવી દેવાયો હતો. જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો લોગો નાનો કરી દેવાયો હતો. વિવાદ થતા તેની ફરિયાદ દિલ્હી સુધી કરાઈ હતી. તપાસ સમિતિના રિપોર્ટ બાદ અદાણીને ફરીથી તમામ લોગો બદલવા પડ્યા હતા અને એરપોર્ટ ઓથોરિટીના લોગોની બાજુમાં પોતાનો નાનો લોગો લગાવ્યો હતો. હવે ફરી એકવાર અદાણીએ પોસ્ટર અને હોર્ડિંગમાંથી તેના તમામ લોગો હટાવા અંગે પુછવામાં આવતા અદાણીના અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક રૂટિન પ્રક્રિયા છે અને બ્રાન્ડિંગ પોલીસીમાં ફેરફાર થતા લોગો હટાવી દેવાયા છે અને ટૂંક સમયમાં ફરીથી નવા લોગો લાગે તેવી શક્યતા છે.