ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પેટ્રોલપંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. આજથી સીએનજી ગેસનો નવો ભાવ લાગુ થશે. છેલ્લા બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે.
CNGનો ભાવ 85.89 રૂપિયામાંથી વધીને 87.38 રૂપિયા થયો
અદાણી દ્વારા વધારવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 87.38 ઉપર પહોંચ્યો છે. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે બીજી ઓગસ્ટે વધીને 85.89 રૂપિયા થયો હતો. જ્યારે આજે બે દિવસના સમયમાં જ ફરીવાર 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.
ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોંઘવારી વધશે
પેટ્રોલ- ડીઝલ અને LPGમાં ભાવ વધારાને કારણે મોંઘવારીનો ડંખ વધુ ઘાતક બન્યો છે. CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાશે તેવી અટકળો વધી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે,પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.