તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુખ્ખાગીરી:અડાલજ-ઝુંડાલના માથાભારે તત્ત્વોએ બિલ્ડર પાસે રૂ.1 કરોડની ખંડણી માંગી કાર પર હુમલો કર્યો, છતાં પોલીસે 7 દિવસ બાદ ગુનો નોંધ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • બિલ્ડરે રાખેલી જમીન બાબતે અડાલજના જીવા રબારીએ વાંધો હોવાનું કહી પતાવટ માટે રૂ. 1 કરોડ માંગ્યા
  • જીવાના માણસોએ બિલ્ડરની ઓફિસે આવી ધમકી આપી, બીજા દિવસે બે ગાડીઓ લઈ માણસો વડે હુમલો કરાવ્યો

અડાલજ, ઝુંડાલ, ચાંદખેડા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતાં જીવા રબારીએ જમીન દલાલ અને અન્ય શખસો સાથે મળી સાબરમતીના બિલ્ડર પાસે જમીન ખરીદવા બાબતે વાંધો હોવાનું કહી રૂ.1 કરોડની ખંડણી માંગી હતી. જે આપવાનો બિલ્ડરે ઇન્કાર કરતાં જીવા રબારીના માણસોએ ઓફિસે આવી ધમકી આપી હતી. બાદમાં બીજા દિવસે રાતે કારમાં પીછો કરી અને હાઇવે પર કાર રોકી 10થી 12 શખ્સોએ હુમલો કર્યો હતો.

જીવા રબારી સહિતના 15થી વધુ સામે ફરિયાદ
જોકે બિલ્ડર નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં.આ ઘટના મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બિલ્ડરે ફરિયાદ કરી હતી. પરંતુ ચાંદખેડા પોલીસે આ મામલે અરજી લીધી હતી. બિલ્ડરે સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરતા આઠ દિવસ બાદ ચાંદખેડા પોલીસે જીવા રબારી સહિતના 15થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી હતી. દિવ્યભાસ્કરે ચાંદખેડા પીઆઇ કે.વી. પટેલનો આ સમગ્ર ઘટના અને ગુનો નોંધવા મામલે સંપર્ક કરતા તેઓએ ફોન કાપી નાખ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

શું છે સમગ્ર ઘટના?
સાબરમતી કબીરચોક પાસે આવેલા જૈન નગરમાં ભરતભાઇ જેઠવાણી પરિવાર સાથે રહે છે અને તેઓ બિલ્ડર છે. ચાંદખેડા ખાતે ધ ક્રેસ્ટ નામની બિલ્ડીંગની સાઇટ ચાલે છે. ભાગીદારો સાથે મળી અને તેઓએ ચાંદખેડા વિસ્તારમાં તેઓએ બે પટેલ ભાઈઓ પાસેથી જમીન ખરીદી કરવાની હોય ટાઇટલ ક્લિયર માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. 16 માર્ચે ભરતભાઇના પિતા પર રાવજીભાઈ નામના શખ્સે ઝુંડાલથી બોલું છું કહી અને ચાંદખેડાવાળી જમીન ખરીદી છે તેમાં જીવા રબારીને વાંધો છે. જીવાભાઈનો જે પૈસાનો વ્યવહાર છે તે પતાવી દો માથાભારે માણસ છે. ભરતભાઈના પિતાએ તેમને વાંધો હોય તો ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે અને વકીલ દ્વારા પુરાવા મોકલી આપે.

અમે લુખ્ખાગીરીથી ડરતા નથી: બિલ્ડર
રાવજીભાઈએ અમારે પુરાવા ન આપવાના હોય, અમે કહીએ એમ તમારે વર્તવાનું હોય એમ કહ્યું હતું. કાલે 12 વાગે ઓફિસ આવીશ એમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં જીવા રબારીએ ભરતભાઇના પિતાને ફોન કરી અને અડાલજથી બોલું છું કાલે રાવજીભાઈ ઓફિસ આવશે કહ્યું હતું. બીજા દિવસે ભરતભાઇ તેમના ભાગીદારો દશરથ દેસાઈ, કેતન દેસાઈ, નીરવ પટેલ અને પ્રતીક પટેલ સાથે ઓફિસે હાજર હતા ત્યારે રાવજીભાઈ દેવા રબારી ઉર્ફે ભુવાજીને લઇને આવ્યા હતા. જ્યાં તેઓએ જીવા રબારીના નામે ધાકધમકી આપી હતી. અમે કહીએ એટલે વાંધો આવી જ જાય, એક કરોડ રૂપિયા જીવા રબારીને આપી દેજો કહી ધમકી અપાઈ હતી. ભરતભાઈએ અમે પણ રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા છીએ અમે આવી લુખ્ખાગીરીથી ડરાવાના નથી જરૂર પડ્યે અમે તેમની મદદ લેશું કહ્યું હતું. રાવજીભાઈએ કહ્યું હતું કે જીવાએ કોટેશ્વરવાળા ઉમલાના ટાંટિયા ભાગી નાંખ્યા હતા તેને પણ રાજકીય સંબંધો હતા છતાં જીવા રબારીનું શું થયું?

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બિલ્ડરની કાર પર 10-12 લોકોનો હુમલો
બીજા દિવસે 18 માર્ચે જ્યારે ભરતભાઇ ઓફિસથી ઘરે જતા હતા ત્યારે બ્લેક સ્કોર્પિયો વડે રેકી કરી અને વિસત ગાંધીનગર હાઇવે પર અન્ય બે ગાડીઓમાં માણસો આવ્યા હતા અને ગાડીને ઉડાવવાની કોશિશ કરી હતી જો કે ગાડી ભગાવતા બે ગાડીઓની આડાશ મૂકી અને 10થી 12 લોકોએ હુમલો કર્યો હતો. જો કે ગાડી ભગાવી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ ઘટના બાદ ભરતભાઈએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સમગ્ર કેસમાં કાર્યવાહી ન થતા તેઓએ છેવટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને રજુઆત કરી હતી. ચાંદખેડા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે. રૂ.1 કરોડ જેવી ખંડણી માગી બિલ્ડરને ધમકી આપી છતાં પોલીસે કેમ કડક કાર્યવાહી ન કરી ? આઠ દિવસ સુધી કેમ પોલીસે ફરિયાદ ન નોંધી તેના પર સવાલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો