• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 'Devils' Are Active Insocial Media In The Form Of Women, Someone Made A Millionaire's Daughter Dress, Someone Forced Her To Do A Bedroom Scene.

દીકરીઓના માતા-પિતા ચેતજો:સો.મીડિયામાં મહિલાના રૂપમાં 'શેતાનો' સક્રિય, કોઈએ કરોડપતિની દીકરીના કપડાં કઢાવ્યા તો કોઈએ બેડરૂમ સીન કરવા મજબૂર કરી

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

ઘરમાં બહેન-દીકરી કે કોઈ સ્ત્રી સોશિયલ મીડિયામાં અન્ય યુવતી કે બહેનપણી સાથે વાત કરતી હોય તો તેને ચકાસવાની કે તેને ઓળખવાની પરિવારને જરૂર છે. કારણ કે એક એવું ગ્રુપ પણ એટલે કે યુવકો પોતાની ઓળખ યુવતી તરીકેની બનાવીને માસૂમ બહેન-દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. જેના કારણે કોઈ સારા ઘરની યુવતી હાઈ પ્રોફાઈલ પરિવારની પરિણીતા કે પછી અમદાવાદની ફાઇવટાર સ્કૂલની છોકરી સામેવાળાના આંગળીના ઇશારે કપડાં ઉતારે છે.

આ પ્રકારની ઘટનાઓ અમદાવાદ શહેરમાં નહીં પણ સમગ્ર રાજ્યમાં બની રહી છે. જેના કારણે કોઈએ સામેવાળી વ્યક્તિના કહેવાથી ન્યૂડ કોલ કર્યા તો કોઈએ ન્યૂડ વીડિયો બનાવીને સેન્ડ કર્યા હતા. માત્ર એટલું જ નહીં અમુક કિસ્સામાં તો બેડરૂમ સીન પણ કરાવ્યા સહિતના ચોંકાવનારા બનાવ સામે આવી રહ્યા છે.

કોઈ બ્લેકમેલ કરે તો તુરંત અમારો સંપર્ક કરોઃ સાયબર ક્રાઇમના DCP
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ આવા કેટલા કેસને ઉકેલ્યા છે. સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ બહેન દીકરીઓને રિક્વેસ્ટ કરી છે કે પોતાના અંગત વિડિયો ફોટા ક્યાંય શેર કરે નહીં અને જો કોઈ બ્લેકમેલ કરે તો તુરંત અમારો સંપર્ક કરી શકે છે. આમા ડરવાની નહીં પણ હિંમત બતાવવાની જરૂર છે. અમદાવાદ સાયબર ક્રાઇમે યુવતીના વેશમાં શેતાની માનસિકતા ધરાવતા યુવકોને શોધી કાઢ્યા છે અને તેમને પાઠ પણ ભણાવ્યા છે.