વાઇબ્રન્ટ કોરોના વચ્ચે રાહતના 3 સમાચાર:રાજ્યમાં એક્ટિવ કેસ 912% વધ્યાં પણ વેન્ટિલેટર પર માત્ર 32 દર્દી; એકપણ મૃત્યુ નહીં, 15-18 વર્ષના 40% કિશોરોનું રસીકરણ થયું

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાં નવા 3350 કેસ, એક્ટિવ કેસનો આંકડો 10 હજાર સુધી પહોંચ્યો

રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 3350 કેસ નોંધાયા હતા. 236 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી હતી અને એક દર્દીનું કારણે મૃત્યુ થયું હતું. સૌથી વધારે કેસ અમદાવાદ મહાનગરપાલિકામાં 1637 નોંધાયા હતા. સુરતમાં 630, રાજકોટમાં 141, વડોદરામાં 150 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 10 હજારની ઉપર પહોંચી ગયો છેે.

રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ કોર્પોરેશનમાં 34 કેસ છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 3 સમાચાર રાહત અપાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં નવા કેસોમાં 1542%નો વધારો થયો છે. એક્ટિવ કેસમાં 900%નો વધારો થયો છે પણ વેન્ટિલેટર પર 32 દર્દીઓ છે જે ગંભીરતા ઓછી હોવાની સાક્ષી પૂરે છે. રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રીને એક મહિનો થયા બાદ એક મહિનામાં ઓમિક્રોનના કુલ 204 કેસ નોંધાયા છે. જેમાંથી 112 દર્દીઓને સાજા થતાં રજા પણ આપી દેવાઇ છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

10 દિવસમાં નવા કેસોમાં 1542%, એક્ટિવ કેસમાં 912%નો વધારો પણ વેન્ટિલેટર પર માત્ર 32 દર્દી!
રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં નવા કેસોમાં 1542%નો વધારો થયો છે. એક્ટિવ કેસમાં 912%નો વધારો થયો છે પણ વેન્ટિલેટર પર 32 દર્દીઓ છે. એનો અર્થ થાય છે કે કેસો વધી રહ્યા છે એ હકીકત છે પણ ગંભીર થતા દર્દીઓની સંખ્યામાં કોઇ મોટો વધારો જોવા મળ્યો નથી.

તારીખનવા કેસએક્ટિવ કેસવેન્ટિલેટરમૃત્યુ
5 જાન્યુઆરી335010994321
4 જાન્યુઆરી22657881182
3 જાન્યુઆરી12595858163
2 જાન્યુઆરી968475361
1 જાન્યુઆરી10693927111
31 ડિસેમ્બર6542962170
30 ડિસેમ્બર5732371112
29 ડિસેમ્બર5481902111
28 ડિસેમ્બર3941420161
27 ડિસેમ્બર2041086141

નવા કેસ 1542% વધ્યા

  • એક્ટિવ કેસનો આંકડો 10 હજારની નજીક પહોંચી ગયો છે. નવા કેસ પણ બે હજારથી વધારે આવી રહ્યા છે.
  • છેલ્લા 4 દિવસમાં જ 5500થી વધુ કેસ આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં કોરોનાના કારણે 12 લોકોના મૃત્યુ થયા છે.
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

એક મહિનામાં ઓમિક્રોનના 204 કેસમાંથી 112 દર્દી સાજા થયા, જ્યારે એક પણ મૃત્યુ નહીં
ગત 4 ડિસેમ્બર ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. તેમણે ચાઇનીઝ રસી લીધી હતી. ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રીને એક મહિનાનો સમય થઇ ગયો છે.

જિલ્લો-પાલિકાકેસડિસ્ચાર્જમૃત્યુ
અમદાવાદ કોર્પોરેશન93410
વડોદરા કોર્પોરેશન30230
સુરત કોર્પોરેશન20120
આણંદ18110
ખેડા1270
રાજકોટ610
ગાંધીનગર કોર્પોરેશન550
જામનગર કોર્પોરેશન430
મહેસાણા440

અમદાવાદમાં સૌથી વધુ 93 ઓમિક્રોન દર્દી નોંધાયા છે. જેમાંથી 41 દર્દીને રજા આપી દેવાઈ છે.

જિલ્લો-પાલિકાકેસડીસ્ચાર્જમૃત્યુ
કચ્છ400
ભરૂચ220
વડોદરા100
પોરબંદર110
જૂનાગઢ કોર્પોરેશન110
બનાસકાંઠા110
જામનગર100
અમરેલી100
કુલ2041120
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

15-18 વર્ષનાં 40% બાળકોનું રસીકરણ, 18થી 45 વયમાં 64%ને પહેલો, 9.3%ને બન્ને ડોઝ
રાજ્યમાં 15થી 18 વર્ષનાં બાળકોને રસીકરણ માટેની શરૂઆત ગત 3જી તારીખથી કરવામાં આવી હતી. અંદાજે 35 લાખ બાળકોને 8 દિવસમાં રસી આપવાના લક્ષ્યાંક સાથે શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી 15 લાખ બાળકો એટેલે 40% બાળકોને રસી અપાઈ છે.

કેટેગરીવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
15-18 વર્ષ35 લાખ135890040--
18-45 વર્ષ3.09 કરોડ2.74 કરોડ892.44 કરોડ78
45થી ઉપર1.83 કરોડ1.77 કરોડ961.68 કરોડ91
કુલ5.28 કરો઼ડ4.75 કરોડ904.31 કરોડ82

​​​​​​​માસ્ક પહેરો, વેક્સિન લો

  • રાજ્યમાં 87 ટકાથી વધુ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજુ પણ 20 લાખ લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી છે.
  • રસીકરણના પહેલા દિવસે જ 5.50 લાખ બાળકોને રસી આપી દેવામાં આવી હતી. રાજ્યમાં કુલ 9.17 કરોડ રસીકરણમાંથી 4.31 કરોડને રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જે 18 વર્ષથી ઉપરની વસ્તીના 87 ટકાથી પણ વધુ છે.
અન્ય સમાચારો પણ છે...