વરસાદને લીધે અકસ્માત:એરપોર્ટ રોડ વિસ્તારના ખોડિયાર મંદિર પાસેની એક્ટિવા સ્લીપ થતા દંપતી પટકાયું, પત્નીનું મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલ દરવાજાના ગણપતિ મંદિરથી દર્શન કરી પરત જઈ રહ્યાં હતાં

રવિવારે લાલ દરવાજાના ગણપતિ મંદિર તેમ જ અન્ય મંદિરે દર્શન કરીને રાતે ઘરે જઈ રહેલા દંપતીનું એક્ટિવા એરપોર્ટ રોડ પર વરસાદને કારણે સ્લીપ થઈ ગયું હતું, જેમાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સરદારનગરના નોબલનગરમાં સુદામા કુટીરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કાંજાણી અને પત્ની આરતીબહેન રવિવારે સાંજે 6 વાગ્યે ઘરેથી એક્ટિવા લઈ લાલ દરવાજા ખાતેના ગણપતિ મંદિરે દર્શન કરવાં ગયાં હતાં. ત્યાંથી અન્ય મંદિરોમાં દર્શન કરી ઘરે જઈ રહ્યા હતા. લગભગ રાતે 9 વાગ્યે તેઓ એરપોર્ટ રોડ પર આવેલા ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક એક્ટિવા સ્લીપ થઈ જતા આરતીબહેન નીચે પડી ગયાં હતાં, જેમાં તેમને માથામાં ઈજાઓ થઈ હતી, પરંતુ જે તે સમયે ધર્મેન્દ્રભાઈ અને આરતીબહેન ઘરે જતાં રહ્યાં હતાં.

આરતીબેહનને માથામાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયાં હતાં. આ અંગે ધર્મેન્દ્રભાઈના ભાણિયા સંજય સંધતાણીએ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વટવામાં બાઇક સ્લીપ થ​​​​​​​તાં યુવકનું મોત
વટવા કેનાલ પાસે યુવકનું બાઇક સ્લીપ થતાં મોત નીપજ્યું હતું. વટવાની રાજગુરુ ફેક્ટરીના સામે આવેલા મોટો ભાઈ વાસમાં રહેતા રાજેશ મોહનભાઈ ભોઈના પુત્ર શૈલેશ (ઉં. 23) બાઇક લઈને વટવા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વરસાદને કારણે ચીકણા થયેલા રસ્તા પર બાઇક સ્લીપ થઈ જતાં શૈલેશને માથા તથા શરીરના અન્ય ભાગે ઇજા થઈ હતી. આથી સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અંગે રાજેશ ભોઈએ કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...