તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:રિવરફ્રન્ટની દીવાલ પાસે એક્ટિવા પાર્ક કરીને કોલ સેન્ટર ચલાવતા બે પકડાયા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલા આરોપીઓ. - Divya Bhaskar
ઝડપાયેલા આરોપીઓ.
  • દુકાન, ઓફિસ બાદ હવે જાહેર રોડ પર કોલ સેન્ટર ચલાવવાની નવી મોડસ ઓપરેન્ડી

સાબરમતી રિવરફ્રન્ટની દીવાલ પાસે એક્ટિવા પાર્ક કરીને બે યુવાન દ્વારા ચલાવવામાં આવતું કોલ સેન્ટર પોલીસે પકડી પાડ્યું છે. ઓફિસ, ઘર પછી હવે જાહેર જગ્યા ઉપર કોલ સેન્ટર ચલાવવાના આ નવા કીમિયાથી પોલીસ પણ ચોંકી ઊઠી છે. બંને યુવાનો ટેક્સનાઉ એપ્લિકેશનની મદદથી અમેરિકાના નાગિરકોને લોન માટે ફોન-મેસેજ કરતા અને પ્રોસેસિંગ ફી પેટે પૈસા પડાવતા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતે 11.30 વાગ્યે રિવરફ્રન્ટ ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે જમાલપુર સર્કલ રિવરફ્રન્ટની દીવાલ પાસે એક એક્ટિવા પાર્ક કરીને બે યુવાન બેઠા હતા. તે બંને યુવાનો લેપટોપ ઉપર ઈયર ફોન ભરાવીને કંઈ કરી રહ્યા હતા. જો કે બંને યુવાનો શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં બંનેના નામ રિયાઝ મહેબુબ હુસેન શેખ(30)(ચંડોળા તળાવ) અને સ્વપ્નિલ ક્રિશ્ચિયન(22)(ખોખરા) હોવાનું જાણવા મળ્યું હતું. બંને અમેરિકાના નાગરિકોને લોન લેવાના બહાને ફોન તેમજ મેસેજ કરતા હતા. જે પણ નાગરિક લોન લેવા માટે તૈયાર થઇ જાય તેની પાસેથી આ બંને પ્રોસેસ ફી પેટે પૈસા ભરાવડતા હતા અને તે પૈસા ચાંઉ કરી જતા હતા.

ગ્રાહકને ઓનલાઇન ગેમની કૂપન વેચતા અને તેનો નંબર પ્રોસેસરને મોકલી દેતા
રિયાઝ અને સ્વપ્નિલની સાથે આ કૌભાંડમાં દીપેશ રાધાણી ઉર્ફે નિખિલ નામનો યુવાન પણ સામેલ છે. જે પણ અમેરિકન નાગરિક લોન લેવા માટે સંમત થાય તેની પાસે પ્રોસેસિંગ ફી પેટે આ લોકો ઓનલાઈન ગેમની કૂપન ખરીદાવતા હતા. તે કૂપન ગ્રાહક પાસે સ્ક્રેચ કરાવી તેનો નંંબર મેળવી લેતા હતા. તે નંબર નિખિલને મોકલી આપતા હતા, જેના આધારે નિખિલ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો અને તેમાંથી અમુક પૈસા રિયાઝ અને સ્વપ્નિલને આપતો હતો.

લેપટોપ અને મોબાઇલ ફોન FSLમાં મોકલી અપાયા
રિયાઝ અને સ્વપ્નિલે અત્યારસુધી અમેરિકાના કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા તેમજ આ બંને પાસે કેટલા લોકોનો ડેટા હતો અને તે ક્યાંથી આવ્યો આ તમામ માહિતી જાણવા મોબાઇલ અને લેપટોપ એફએસએલમાં મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...