તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓની મનમાની:​​​​​​​AMCના હેલ્થ વિભાગના અધિકારીઓ ફોન ન ઉપાડતાં કાઉન્સિલરે ઠપકા દરખાસ્ત લાવવા સ્ટેન્ડિંગ કમિટિમાં રજુઆત કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AMC ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMC ઓફિસની ફાઈલ તસવીર
  • અધિકારીઓ ફોન નહીં ઉપાડે તે ચલાવી લેવામાં નહીં આવે : હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેને લઇને આજે મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં ચર્ચા થઈ હતી. શહેરના દરેક વોર્ડ અને વિસ્તારમાં ફોગીંગ કરવાની સુચના અધિકારીઓને આપવામાં આવી હતી. એકતરફ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીની કામગીરી સામે કાઉન્સિલરે સવાલ ઉભા કર્યા હતા.

ફોન ન ઉપાડનારા અધિકારીઓ સામે થશે કાર્યવાહી
ડેપ્યુટી હેલ્થ અધિકારી ફોન ન ઉપાડતા હોવાની રજૂઆત કરી અને ડેપ્યુટી હેલ્થ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત કરવા કાઉન્સિલરએ સ્ટેન્ડિંગ કમિટીના રજુઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અધિકારી ફોન નથી ઉપાડતા તે વાત ચલાવી લેવામાં નહિ આવે. રોગચાળો વકર્યો છે ત્યારે ફોન ન ઉપડનાર અધિકારો સામે યોગ્ય કાર્યવાહી થશે.

અગાઉ પર ઠપકા દરખાસ્ત લવાઈ હતી
આ પહેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિના અધિકારી સામે પણ ઉદ્ધતાઇ વર્તન મામલે ઠપકા દરખાસ્ત લાવવામાં આવી છે. જમાલપુર વિસ્તારમાં કચરો ઉપાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને AIMIMના સ્થાનિક કોર્પોરેટર મહંમદ રફીક શેખે રજુઆત કરતા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન અને લોકોને સમજવાની જરૂર છે એમ કહ્યું હતું.

આજ સુધી રિપોર્ટ રજૂ નથી કરાયો
જેથી કોર્પોરેટર મહંમદ રફીક શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી હર્ષદ સોલંકીને ઠપકો આપવાની દરખાસ્ત મૂકી હતી. જેની મ્યુનિસિપલ કમિશનરને બે મહિનામાં તપાસ કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ આજદિન સુધી હજી કોઈ તપાસ કમિશનરે કરી રિપોર્ટ રજૂ કર્યો નથી.