તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCએ સ્પષ્ટતા કરી:આઇસોલેશનના ભંગ કરી ટેસ્ટ કરવા પહોંચી જતા કોરોનાના દર્દીઓ સામે પગલાં લેવાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાના દર્દીઓ હોમ આઈસોલેશનનો ભંગ કરી વારંવાર આરટીપીસીઆર, સિટી સ્કેન તેમજ એન્ટિજન ટેસ્ટ કરાવવા બહાર નીકળતાં હોવાના મામલે મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, જો આવી રીતે દર્દીઓ બહાર નીકળશે તો તેમને સંસ્થાકીય આઇસોલેશનમાં મૂકી તેમની સામે જરૂરી પગલાં લેવાશે. જો કોઈ દર્દીને અર્બન હેલ્થ સેન્ટર તેમ જ કિઓસ્ક ખાતે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે દર્દી કોરોના પોઝિટિવ છે. તે પછી બીજી વખત તેનો રેપિડ એન્ટિજન કે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની આવશ્યકતા રહેતી નથી. જો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે અને લક્ષણો હોય તો જ આરટીપીસીઆર કરવાનો રહેશે.

ઉપરાંત જો આરટીપીઆર ટેસ્ટ પણ નેગેટિવ હોય અને દર્દીને તાવ, ખાંસી, કફ, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેવા દર્દીઓ માટે મ્યુનિ. એચ.આર.સિટી સ્કેન કરશે. તમામ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને મ્યુનિ. દ્વારા હોમ આઇસોલેશનમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે તેમ જ સંજીવની ઘર સેવા દ્વારા તેમને સારવાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો