કડક કાર્યવાહીની ચિમકી:વેકેશનમાં સ્કૂલો શરૂ કરનારા સંચાલકો સામે પગલાં લેવાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેટલીક સ્કૂલોએ 21 નવેમ્બરે વેકેશન પૂરું થાય તે પહેલાં ધો.10-12ના ક્લાસ માટે તૈયારી કરી

સ્કૂલોએ વેકેશન ખુલતા પહેલાં જ ધો.10-12ના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી છે. પરંતુ શહેર ડીઇઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઇ સ્કૂલ વેકેશનમાં વર્ગો શરૂ કરશે તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. દિવાળીનું વેકેશન 21 નવેમ્બર સુધી રહેશે, 22 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો આદેશ સરકારે આપ્યો છે. તેમ છતાં ઘણી સ્કૂલોએ નિયમનું ઉલ્લંઘન કરીને સ્કૂલો શરૂ કરવાની તૈયારી રૂપે શિક્ષકોને સ્કૂલે આવવાની સૂચના આપી છે.

શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, મોટાભાગની ખાનગી સ્કૂલોએ પોતાના શિક્ષકોને મેસેજ કર્યા છે કે, આગામી એક-બે દિવસમાં સ્કૂલો શરૂ કરવાની છે. ઉપરાંત ઘણી સ્કૂલોએ ધો.10થી 12ના વર્ગો શરૂ કરી દીધા છે. શિક્ષણ વિભાગ જાણતું હોવા છતાં પગલાં લેવાતા નથી. જો શિક્ષણ વિભાગ ઇચ્છે તો સ્કૂલોના સીસીટીવી ચેક કરી હકીકત સામે લાવી સ્કૂલો સામે કડક કાર્યવાહીનો દાખલો બેસાડી શકે છે.

21 નવેમ્બર પહેલાં સ્કૂલ શરૂ ન થઈ શકે
જે સ્કૂલ વેકેશન દરમિયાન વર્ગ શરૂ કરશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. સરકારે 21મી સુધી વેકેશન જાહેર કર્યું છે, તો દરેક સ્કૂલોએ સરકારના આદેશનું પાલન કરવું જોઇએ. > હિતેન્દ્રસિંહ પઢેરિયા, શહેર ડીઇઓ

અન્ય સમાચારો પણ છે...