તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનવ્યવહાર મંત્રીએ ગૃહમંત્રીને પત્ર લખ્યો:‘મોટા અવાજવાળાં બુલેટ લઈને ફરતાં લોકો સામે કાર્યવાહી જરૂરી’

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જાતિગત ઈમેજ ઊભી કરવા મોટા અવાજવાળું સાઇલેન્સર લગાવી લોકો ફૂલ સ્પીડમાં ચલાવે છે

રાજ્યના શહેરોમાં મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. ગાંધીનગરના જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતોના પગલે ફળદુએ કાર્યવાહી માટે માગ કરી છે.

ફળદુએ પત્રમાં લખ્યું છે કે, પોતાની જાતિગત ઇમેજ ઊભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય અને તેમના મલીન ઇરાદાઓ સફળ થાય તે માટે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં નીકળે છે. આ રજૂઆત પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરવા ભલામણ છે.

અવાજથી બાળકોમાં બહેરાશ આવે છે
જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાઇલેન્સરનો અવાજ, ન્યૂસન્સ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાનાં બાળકોને હંમેશાં માટે બહેરાશ આવી જાય છે. તેમજ આસપાસ વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન વિચલિત થવાના કારણે અકસ્માતો પણ થતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો