તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં ગેરકાયદેસર જમીન પડાવતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી, સરખેજમાં દબાણો તોડી પાડીને 15થી 17 કરોડની જમીન મુક્ત કરાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી - Divya Bhaskar
ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી
  • ફતેવાડી, સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા
  • 7000 ચોરસ મીટરની જમીન પરના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા.

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તેમજ કેટલીક મિલકતો અને જમીનો પર પણ કબજો જમાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં DCP ઝોન-7 વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોએ ગેરકાયદે જમીન પચાવીને ત્યાં દબાણો ઉભા કર્યાં છે. તે ઉપરાંત ગેરકાયદે બાંધકામો પણ કર્યાં છે. જેની સામે પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે. પોલીસે આજે શહેરમાં 15થી 17 કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવીને ખાલી કરાવી નાંખ્યું છે.

7000 ચો.મી જમીનમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા
જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટી.પી સ્કીનનં 85ના સર્વે નંબર 594માં ફતેવાડી કેનાલ રોડ પરના તથા આફરીન વિલા, સફવાન પાર્ક પાસે આવેલા બાંધકામો, ફતેવાડી, સરખેજમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 7000 ચોરસ મીટર એરિયામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જેની અંદાજિત કિંમત 15થી 17 કરોડની થાય છે. આ કાર્યવાહી દરમિયાન ઝોન-7 નાયબ પોલીસ કમિશનર પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શનમાં કરાઈ હતી.

7000 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી
7000 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી

કરોડોની કિંમતની પ્રોપર્ટી તોડી પાડવામાં આવી
શહેરમાં 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો. પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.

કુખ્યાત બકુ ખાનના પ્રોપર્ટી પર બુલડોઝર ફરી વળ્યા
અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

જુહાપુરાનાં કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા
જુહાપુરાનાં કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા

B.U પરમીશન વિનાના એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બી.યુ પરમીશન વિનાના બાંધકામો વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1052 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 507 રૂમો, રેસ્ટોરાંના 66 યુનિટો, 30 સ્કૂલના 447 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2076 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.