એડમિશન પ્રક્રિયા શરૂ:ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ACPC એ રજિસ્ટ્રેશન શરૂ કર્યું, બાયોલોજીના 11 નવા કોર્ષ પણ ઉમેરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસની તસવીર - Divya Bhaskar
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસની તસવીર
  • વિદ્યાર્થીઓ એડમિશન માટે 30 જૂન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

ધોરણ 12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે હવે ACPC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ) દ્વારા એન્જિનિયરિંગ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઈકાલથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેના માટે 30 જૂન સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે જે બાદ મોક રાઉન્ડ અને પ્રવેશનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવશે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષિસ દ્વારા 31 મેથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે જેથી તે પરિણામના આધારે તથા CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકિટના આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. 30 જૂન સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે જે બાદ જુલાઈના બીજા અઠવાડિયામાં મોક રાઉન્ડ જાહેર થશે અને તે બાદ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

ગત વર્ષે 66300 બેઠક હતી ત્યારે આ વર્ષે AICT દ્વારા 600 નવી બેઠક ઉમેરવામાં આવશે અને કેટલીક બેઠક રદ કરવામાં આવશે. આ વર્ષે નવા કોર્ષ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં બાયોલોજીના 11 કોર્ષ ઉમેરવામાં આવ્યા છે જેથી તે માટે પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...