ધાર્મિક:આચાર્યદેવ જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબનો 85મો જન્મદિવસ ઊજવાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

625 જૈન શ્રમણના સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ જયઘોષસૂરીશ્વરજી મહારાજે સાત વર્ષથી અમદાવાદની ભૂમિ પર ચાતુર્માસ કર્યા છે અને અમદાવાદના સકલ જૈન સમાજને પોતાના સંયમ અને જ્ઞાનથી પ્રભાવિત કર્યા છે.

દરેક ચોમાસામાં અષાઢ મહિનાની વદ બીજના દિવસે સમગ્ર જૈન સમાજ ઉલ્લાસભેર તેમનો જન્મદિવસ ઊજવે છે, પણ આ વર્ષે તેઓ સદેહે હાજર નથી, પણ દિવ્યદેહે તેમના સાંનિધ્યનો અનુભવ પ્રત્યેક જૈનને થઈ રહ્યો છે. આજે મંગળવારે તેમનો 85મો જન્મોત્સવ ‘સાત સાત ગુરુ કે સાથ’ કાર્યક્રમથી jainonline યુટ્યૂબ ચેનલ તથા જીટીપીએલ પર 8થી લાઇવ પ્રોગ્રામમાં જોવા મળશે. 

અન્ય સમાચારો પણ છે...