તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:મધર્સ ડે નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરતી ઉતારતા આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામી - Divya Bhaskar
આરતી ઉતારતા આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામી

મધર્સ ડે નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા છે. તેઓ જણાવે છે કે, આપણી આર્ય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ: અને માનું અનેરું સ્થાન છે. ઇતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે, રામચંદ્ર ભગવાનની માતા કૌશલ્યાને, કૃષ્ણ ભગવાનની માતા યશોદાને, આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની માતા ભક્તિમાતાને, જીવનપ્રાણ અબજીબાપાના માતા દેવુબાને, ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના માતા ઈચ્છાબાને આજના મધર્સ ડે અવસરે ભાવપૂર્વક ખૂબ ખૂબ વંદન. આ વર્ષ 2020માં, મધર્સ ડે લોકડાઉનની સાથે ઉજવણી કરવામાં આવશે. વૈશ્વિક કોરોનાની સમસ્યાને લીધે દરેક લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે તે સમયે સંતાનો ઘરે રહીને આ દિવસને અર્થાત કે મધર્સ ડે ઉજવશે અને માતૃ ઋણ અદા કરશે.

માતાથી મોટું બીજું કોઇ જ નથી
આજે મધર્સ ડે છે. વિશ્વની તમામ માતાઓને માટે સમર્પિત, વર્ષનો આ એક ખાસ દિવસ છે. મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે "મા" નો અર્થ દુનિયાની તમામ ભાષાઓમાં "મા" જ થાય છે. માત્ર મનુષ્ય જાતિમાં જ નહીં પરંતુ દરેક જીવો માટે માનો ફાળો અમૂલ્ય છે. કવિ શ્રી બોટાદકર મા વિશે જણાવતાં કહે છે કે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે.... જનનીની જોડ સખી નહી જડે રે લોલ.  મા, મમ્મી, માતા, મોમ, મૈયા, માઉલી, બા સહિત દુનિયાની તમામ ભાષામાં માના સંબંધનો જે કોઈ શબ્દ છે એ મીઠો જ લાગવાનો. લાગણીથી લદબદ સ્નેહનો સરવાળો એટલે મા...! માતાની મમતાથી મોટું કોઈ મયૂરાસન જગતમાં નથી. અમૃતકુંભમાંથી સદાય અમૃત જ નીતરતું રહે છે, સાકરમાંથી સર્વથા મીઠાશ મળે છે. તેમ જનની પાસેથી હંમેશા વાત્સલ્ય મળતું હોય છે. માનું હૃદય "પ્રેમ મંદિર" છે. મા ત્રણ વસ્તુઓ હંમેશાં વહાવતી હોય છે. રક્તનો પ્રવાહ, દૂધનો પ્રવાહ અને આંસુનો પ્રવાહ. મા હંમેશા આપવાનું જ સમજતી હોય છે. ખરેખર માતા મમતાની દેવી છે.

અન્ય સમાચારો પણ છે...