KHAM બાદ BADM થિયરી:27 વર્ષના શાસનમાં ભાજપે તમામ સમાજ સાથે ભેદભાવ રાખ્યાનો આરોપ લગાવ્યો, હવે કોંગ્રેસે નવી થિયરી સાથે રણશિંગું ફૂંક્યું

અમદાવાદ23 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવીને ચૂંટણીનું રણશિંગું ફૂંકી દીધું છે. કોંગ્રેસે ખામ બાદ બદમ થિયરી સાથે વિરોધ પ્રદર્શન કરીને તેને ચૂંટણી જીતવનો નવો રસ્તો બનાવવા કમર કસી છે. અગાઉ ગુજરાતમાં એક સમયે કોંગ્રેસ KHAM થિયરી સાથે સત્તામાં સૌથી વધુ બેઠકો મેળવી હતી. જેમાં કોળી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને માઈનોરિટી સમાજ (KHAM)ની સાથે રાખી સત્તાના સુકાન સુધી પહોંચ્યા હતા. ત્યારે વધુ એક વખત કોંગ્રેસ આ પ્રકારની એક થિયરી સાથે આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં દલિત, આદિવાસી, માઈનોરિટી અને બક્ષીપંચ સમાજ (BADM)ને સાથે રાખી રણનીતિ બનાવી છે.

BADM સાથે અન્યાય થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાત કોંગ્રેસ દ્વારા બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરિટી સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બજેટમાં ખૂબ ઓછી રકમ ફળવાય છે તથા ફળવાય તો પણ બીજા કામમાં વપરાય છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અન્યાયને લઈને આગામી દિવસોમાં તમામ સમાજોને સાથે લઈ વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો સાથે સમાજને ન્યાય આપવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

દેશના બંધારણમાં તમામ લોકોને સાધન અને સંસાધનો પર હક
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભારતના દેશના બંધારણમાં તમામ લોકોનો સાધન અને સંસાધનો પર હક રહેલો છે, સત્તામાં રહેલા નેતાઓને તેનો સમાન હક રાખ્યો નથી, સમાજમાં ભેદભાવ ઉભો થાય તે પ્રકારે શાસન કરી રહ્યું છે, ગરીબી સમાજને સંગઠિત થઈ રસ્તા પર ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બક્ષીપંચ, દલિત આદિવાસી અને માઈનોરિટીનો પણ હક રહેલો છે. પરંતુ ભાજપ તેમનું વિચારધારા પ્રમાણે તેમની સામે ભેદભાવ કરી રહ્યું છે. બજેટની ફાળવણીમાં પણ તેઓ અન્યાય કરી રહ્યું છે, સેવા અને મજૂરીના જ કામમાં રહે તેવી માનસિક ભાજપની રહેલી છે.

ઓબીસીને 1% પણ બજેટમાંથી ન ફળાવતો હોવાનો આરોપ
27 વર્ષમાં ભાજપ શાસનમાં BADMને અન્યાય કર્યો છે, બજેટમાંથી ઓબીસીને 1% પણ ફાળવામાં આવતું નથી, થોડા વર્ષો પહેલા ગુજરાતમાં આંદોલન થયા તેમાં બિન અનામતનું ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી, જેમાં 500 કરોડની જોગવાઈ થઈ રહી છે, 18% વસ્તી માટે સરકારે આયોગ બનાવ્યું તેને 500 કરોડની જોગવાઈ આપવામાં આવે છે. આ બાબતે કોંગ્રેસને કોઈપણ પ્રકારનો વિરોધ નથી. પરંતુ ભાજપની માનસિક જે રીતે રહેલી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. સરકાર આ સમાજો માટે અસમાનતા રાખી રહી છે. તેના પર વાંધો પડી રહ્યો છે, આ સમાજની 82% વસ્તી માટે કેન્દ્ર સરકારે એક રૂપિયો પણ ફાળવ્યો નથી, આવનાર દિવસોમાં કોંગ્રેસ આ અંગે લડાઈનું નેતૃત્વ કરવામાં આવશે, કોંગ્રેસનો પ્રથમ સંકલ્પ જાતિ આધારિત વસ્તીગણતી કરવામાં આવશે, જેના આધારે નીતિ બનાવવી જોઈએ, તમામ સેલો સાથે મળી ભાજપના 27 વર્ષના શાસનમાં જે અન્યાય થયો તેના ન્યાય અને અધિકાર માટે સંમેલન અને અધિકારો માટે સંઘર્ષ કરવામાં આવશે

એસસી માટેના બજેટના નાણાં અન્ય કામોમાં વપરાતા હોવાનો આક્ષેપ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભાજપ અમુક જ લોકોને સાચવવાના તેવો દાવો અમારા દ્વારા આંકડા દ્વારા બતાવવામાં આવ્યો છે, દલિત સમાજની વાત કરું તો 7% વસ્તી રહેલી છે તેમ છતાં થોડું પણ બજેટ ફાળવામાં આવતું નથી, જે બજેટમાં ફાળવવામાં આવે છે, તે નાણાં પણ અન્ય કામોમાં વાપરી દેવામાં આવે છે. જે સમાજ વંચિત પીડિત અને અન્ય જગ્યાએ વહેંચાયેલો છે, તેવા સમાજના લોકો પાસેથી સરકારે મોં નો કોળ્યો છીનવી લીધો છે. સરકાર એક પણ રૂપિયાની સહાય કરવા માંગતી નથી, આંબેડકર ભવન બનાવવાની વાત હતી તે પણ સરકારે બંધ કરી દીધું છે. અદાણી, અંબાણી અને રિયલ એસ્ટેટના લોકોને જમીન ફાળવામાં આવે છે. જેને લઈ હવે કોંગ્રેસ આગામી દિવસોમાં રોડ પર ઉતરી વિરોધ કરવામાં આવશે. પટેલ સમાજના કેસો પાછા લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઉના કેસ, ગેનીબેન ઠાકોર, સહિત CAA NRCમાં અનેક ખોટા કેસો થાય તેને પાછા લેવા માંગતા નથી. જેનાથી સ્પષ્ટ થાય છે સરકાર કોના માટે કામ કરે છે. સરકારને એક્સપોઝ કરવા માટે હવે ગુજરાત કોંગ્રેસ નીકળવાના છે.

લઘુમતી માત્ર સમાન હક માંગી રહ્યા છે
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં સમાજો જોડે થતાં અન્યાય સામે અનેક વખત મારા દ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. બજેટ જાહેર થાય ત્યારે લઘુમતી સમાજનું બજેટ ઓછું થતું જાય છે. લઘુમતી સમાજ માટે સતત અન્યાય થઈ રહ્યો છે. બજેટ જે ફાળવામાં આવે તેમાંથી પણ અન્ય કામોમાં વાપરવામાં આવે છે. વકફ બોર્ડને એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. આ તમામ બાબતોને લઈ કોંગ્રેસ રોડ પર ઉતરી વિરોધ કરવામાં આવશે. લઘુમતી માત્ર સમાન હક માંગી રહ્યા છે, અમારી પાસે પણ વિકલ્પ હતો. પાકિસ્તાન જઈ શકતા હતા, પરંતુ આ દેશની માટી માથે લગાવી છે, જેથી અમને પણ સમાન હક મળવો જોઈએ છે. તેવી જ અમારી માંગ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...