તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યારે મળશે વેક્સિન?:'સવારે 5.30 વાગ્યાથી અહીં છું, 3 દિવસથી ટોકન આપતા નથી ને હેરાન કરે છે.' વેક્સિન લેવા ધક્કા ખાતા સિનિયર સિટીઝનોની વ્યથા

અમદાવાદ4 મહિનો પહેલા
મણિનગરમાં વેક્સિન લેવા લાંબી કતારો જોવા મળી
  • મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિન માટે ધક્કા ખવડાવાતા હોવાનો સિનિયર સિટિઝનોનો આરોપ.
  • 'સવારે 5.30 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં 3 દિવસથી વેક્સિન નથી મળતી'.
  • નિકોલમાં AMC પ્લોટમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન દરમિયાન ગાડીઓની લાંબી કતારો દેખાઈ.

ગુજરાત સહિત દેશભરમાં 1લી મેથી 18થી 44 વયજૂથના લોકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે. આ સાથે જ 45 વર્ષથી મોટી ઉંમરના લોકોનું પણ રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા આવતા શહેરમાં દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં સેન્ટરની સાથે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની પણ શરૂઆત કરાઈ છે. જેમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. આજે સવારે નિકોલમાં AMCના ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. બીજી તરફ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં 3 દિવસથી ધક્કા ખાવા છતાં વેક્સિન ન મળતી હોવાની સીનિયર સિટીઝનોએ ફરિયાદ કરી હતી. સવારે 5.30 વાગ્યાથી લાઈનમાં ઊભા હોવા છતાં વેક્સિન માટે ટોકન ન મળતું હોવાની નાગરિકો પરેશાની અનુભવી રહ્યા છે.

વેક્સિને લેવા આવતા લોકોને ધક્કા
શહેરના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોજ વેક્સિન લેવા માટે આવતા હોય છે. જોકે આજે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે, તેઓ 3 દિવસથી વેક્સિન લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને સવારે 5.30 વાગ્યાથી લાઈનમાં હોવા છતાં તેમને વેક્સિન મળી રહી નથી. પરિણામે કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને નિરાશ થઈને પાછા ઘરે જવું પડી રહ્યું છે.

વહેલી સવારથી લાઈનમાં ઊભેલા છે લોકો
વહેલી સવારથી લાઈનમાં ઊભેલા છે લોકો

'3 દિવસથી આવવા છતાં વેક્સિન નથી મળતી'
સ્વામિનારાયણ મંદિર બહાર કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી. એક વ્યક્તિએ કહ્યું કે, 'સવારે 5.20થી અહીં છીએ. 3 દિવસથી ટોકન આપતા નથી ને હેરાન કરે છે. તમે 44+ છો એટલે પછી આવો એમ કહે છે. જ્યારે ઓનલાઈનમાં બતાવે છે તે તમે આવી જાઓ તમારો ટાઈમ આવી ગયો છે.' અન્ય એક મહિલાએ કહ્યું, હું સવારે 5.45 વાગ્યાથી ઘરના બધા કામ છોડીને અહીં આવી છું. છતાં 3 દિવસથી મને વેક્સિન મળતી નથી. અન્ય વ્યક્તિએ ફરિયાદ કરી કે, ગઈકાલે 80 ટોકન આપ્યા અને પછી 2 અને 2.30 વાગ્યા પછી બીજા ટોકન આવાની છે. લોકો ખૂબ આવ્યા તડકામાં છતાં કોઈને ટોકન ના આપ્યા. પરંતુ અમારા ગયા પછી બીજી 20 ટોકન બીજા લોકોને અપાયા. અત્યારે પણ અમે સવારે 5.30 વાગ્યાના આવ્યા છીએ.

નિકોલમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં લાગેલી લાઈન.
નિકોલમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં લાગેલી લાઈન.

નિકોલમાં વેક્સિન લેવા લોકો ઉમટ્યા
બીજી તરફ નિકોલમાં AMCના ખુલ્લા પ્લોટમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં ગાડીઓની લાંબી કતાર જોવા મળી હતી. મેદાનની અંદરથી લઈને બહાર રોડ સુધી મોટી સંખ્યામાં વાહનોની લાઈનો વેક્સિન લેવા માટે લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...