કબૂલાત કરી:અમદાવાદમાં ઈકોના સાઇલેન્સરની ચોરી કરનારો આરોપી ઝડપાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • ઊંચી કિંમતની પેલેડિયમ માટી કાઢીને વેચતા
  • પૂછપરછમાં ચોરીના 6 ગુનાની કબૂલાત કરી

ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરનારા આરોપીની પીસીબી એ ધરપકડ કરી છે. ઈકો ગાડીના સાયલેન્સરના વચ્ચેના ભાગમાં પેલેડિયમ માટી આવે છે. આ ઘાતુ 10 ગ્રામ 5 થી 10 હજાર રૂપિયામાં વેચાતું હોવાથી ચોરો પેલેડિયમ માટે સાયલેન્સરની ચોરી કરે છે.

ઈકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરી કરતી ટોળકીના સાગરિત સાજીદ ઉર્ફે એકડ ઈબ્રાહીમભાઈ મકેલ(બાપુનગર) વિશે પીસીબી પીઆઈ તરલ ભટ્ટને મળેલી માહિતી ના આધારે વોચ ગોઢવીને સાજીદને ઝડપી લીધી હતો. પૂછપરછમાં તેણે સાગરિતો સાથે મળીને અસલાલી, હિંમતનગર, આણંદ, કઠલાલમાંથી 6 ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ઈકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરીની ઘટનાઓ બની રહી છે. આ ચોરીમાં પણ સાજીદ અને તેની ગેંગના જ માણસોની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે સાજીદના અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...