આ થિયરી ​​​​​​​કેટલી સાચી?:મુંબઈમાં 1993માં બૉમ્બબ્લાસ્ટ કરીને વિદેશ ભાગી ગયેલા આરોપીઓ પાસપોર્ટ સુધારવા અમદાવાદ આવ્યા ને ઝડપાઈ ગયા: ATS

અમદાવાદએક મહિનો પહેલા
  • ચારેય આરોપી અમદાવાદ એરપોર્ટ નજીકથી બોગસ પાસપોર્ટના આધારે પકડાયા
  • 4માંથી 3 આરોપી વર્ષ 1995 અને વર્ષ 2000માં દેશ છોડીને ફરાર થઈ ગયા હતા

ગુજરાત ATSએ આજે દાઉદના ચાર માણસની ધરપકડ કરીને સફળતા મેળવી છે. 1993ના બ્લાસ્ટ કેસના આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા. ATSનું કહેવું છે કે તેઓ અમદાવાદ એરપોર્ટ નજીકથી બોગસ પાસપોર્ટના આધારે પકડાયા અને પછી તેમની દાઉદની લિંક ખૂલતાં એનાથી પણ વધુ હાસ્યાસ્પદ વાત એ છે કે જે વ્યક્તિ વિદેશ ભાગી જાય અને પરત ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે અમદાવાદ આવે અને એમાં તેઓ સુધારો કરવા માટે આવ્યા હોય એ પોલીસની થિયરી ગળે ઊતરે એમ નથી.

માતા-પિતાની કબર પર શીશ ઝુકાવવા આવ્યા હતા: અધિકારી
બીજી તરફ, એક અધિકારી એવું લોજિક સમજાવે છે કે આરોપીઓ પોતાના વતન માતા-પિતાને કબર પર શીશ ઝુકાવવા આવ્યા એવી તેમની ઇચ્છા હોય છે. ખરેખર આ બધાની વચ્ચે વિશ્વસનીય સૂત્રોએ એવું જણાવ્યું છે કે આરોપીઓને પરત લાવવા માટે સેન્ટ્રલ એજન્સી દ્વારા પાંચ વર્ષથી પ્રયાસ કરવામાં આવતો હતો અને કેન્દ્રમાં રહેલા ગુજરાત કેડરના આઈપીએસની મહેનત થકી આરોપીઓને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. હવે કોણ સાચું, કોણ ખોટું એ આવનારા સમયમાં બહાર આવે છે કે નહીં એના પર પ્રશ્નાર્થ છે.

આરોપીઓ અલગ-અલગ દેશોમાં ફરતા હતા
ગુજરાત ATSની ક્સ્ટડીમાં આવેલા આ આરોપીઓ અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી બનાવટી પાસપોર્ટ સાથે પકડાયા છે. પહેલા આરોપીઓની પૂછપરછ કરતાં અલગ જ ઓળખ આપતા, પરંતુ વધુ પૂછપરછ કરતાં સાને આવ્યું કે આ ચારેય આરોપી 1993 બલાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપી અબુ બકર, સયેદ કુરેશી,મોહમ્મદ સોએબ અને મોહમ્મદ યુસુફ છે, જે છેલ્લા ઘણાં વર્ષોથી ફરાર હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ મિડલ ઈસ્ટ અને બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં રહેતા હતા, પરંતુ ATSને માહિતી મળી હતી કે 4 શંકાસ્પદ લોકો સરદારનગરમાં છે અને જેમની તપાસ કરતાં તેમની પાસેથી અલગ અલગ નામના ખોટા પાસપોર્ટ મળી આવ્યા હતા. એ અંગે ગુજરાત ATS ખાતે એક ગુનો દાખલ કરી તપાસ બાદ અન્ય ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ લોકોમાંથી 3 લોકો બ્લાસ્ટ બાદ, એટલે કે વર્ષ 1995 અને એક 2000ની સાલમાં દેશ છોડીને ફરાર થઈ ગયા હતા.

ચારેય આરોપી 8 દિવસના પોલીસ રિમાન્ડમાં
વર્ષ 1993માં મુંબઈના બ્લાસ્ટ કેસની વાત કરીએ તો આ ઘટનામાં 257 લોકોનાં મોત થયાં હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.અને હાલમાં આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં 100 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ પકડાયેલા ચારેય આરોપી 8 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. આરોપીઓની ATSએ વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે વર્ષ 1993 બ્લાસ્ટ પહેલા પકડાયેલા આરોપીઓ મોહંમદ ડોસાના ગ્રુપ માટે કામ કરતા હતા.

બ્લાસ્ટ પહેલાં દાઉદ અને ISI સાથે મીટિંગ થઈ હતી
બ્લાસ્ટ પહેલાં આ લોકોએ પાકિસ્તાન ખોટી રીતે જઈ ત્યાં દાઉદ ઇબ્રહીમ અને ISI સાથે એક મીટિંગ કરી હતી અને જેમાં તેમને મિડલ ઈસ્ટમાં મીટિંગ બાદ તે લોકો હથિયાર ચલાવવાનું અને વિસ્ફોટકની ટ્રેનિંગ લઈ પરત ભારત આવીને બ્લાસ્ટમાં સામેલ હતા. મહત્ત્વનું છે કે મોહંમદ ડોસા સ્મગ્લિંગના ધંધામાં હતો અને જેથી તેના સંબંધ દાઉદ સાથે સારા હતા. આરોપી અબુ બકર બ્લાસ્ટ બાદ હથિયારોને સગેવગે પણ કરી દીધેલા અને ત્યાર બાદ ખોટા પાસપોર્ટના આધારે આ લોકો ભારત છોડીને ફરાર થઈ ગયા હતા. ગુજરાત પોલીસે પકડાયેલા આરોપીઓ હવે દાઉદ કનેક્શન શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં આ તપાસમાં શું બહાર આવે છે એ ચોંકાવનારી બાબત રહેશે.

અન્ય સમાચારો પણ છે...