વીમા પોલિસી કૌભાંડ:અમદાવાદમાં નકલી વીમા પોલિસી કૌભાંડમાં ગ્રાહક લાવનાર આરોપી પકડાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પત્નીનો વીમો પાકી જતાં વધુ 23 ગ્રાહકો લાવ્યો હતો
  • એક ગ્રાહકનો વીમો પાકે તેની 50% રકમ મળતી હતી

નવરંગપુરામાંથી પકડાયેલા નકલી વીમા પોલિસી પકવવાના કૌભાંડમાં પોલીસે ચિરાગ આહીિર નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડ મુખ્ય આરોપી સંજય પટેલ અને લાલજી પરવડા માટે ડમી ગ્રાહકો શોધવાનું કામ ચિરાગ કરતો હતો. જેના માટે પોલિસી પાકે તેની રકમનો 50 ટકા હિસ્સો ચિરાગ લઈ જતો હતો.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી વીમા કંપની સાથેની ઠગાઈ ફરિયાદમાં 23 જણાએ નકલી મેડિક્લેઈમ લઈને પૈસા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ફરિયાદ થતાં નવરંગપુરા પોલીસે ચિરાગ આહીરની ધરપકડ કરી હતી. જ્યારે સંજય પટેલ અને લાલજી પરવડા સહિતના આરોપીઓને પકડવાના બાકી છે.

ચિરાગની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, લાલજી વીમા કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો. જ્યારે ચિરાગે તેની પત્નીના નામે વીમા પોલિસી લીધી હતી. તેની પત્નીના નામે લીધેલી પોલિસી પાકી જતાં વધારે પૈસા કમાવાની લાલચમાં ચિરાગે સંજય અને લાલજી સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. જેમાં ચિરાગ ડમી ગ્રાહક શોધી લાવતો હતો. જ્યારે ચિરાગ અને લાલજી તેમના તમામ નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...