મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સુરતમાં મા-દીકરીના રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને સજા સંભળાવાશે, દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું હાર્ટ-એટેકથી નિધન

5 મહિનો પહેલા

નમસ્કાર,

આજે શનિવાર છે, તારીખ 5 માર્ચ, ફાગણ સુદ-ત્રીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) સુરતમાં માતા-દીકરીના રેપ વિથ મર્ડર કેસમાં આરોપી અને મદદ કરનાર આજે સજા સંભળાવાશે

2) મણિપુરમાં આજે વિધાનસભાની 22 સીટો પર બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન

3) ભારત-શ્રીલંકા વચ્ચે રમાતી મોહાલી ટેસ્ટનો આજે બીજો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સ્પિનના જાદુગર વોર્નની વિદાઈ, 52 વર્ષની ઉંમરે થાઈલેન્ડમાં હાર્ટ-એટેકથી નિધન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવતાં અવસાન થયું છે. વોર્નના મેનેજમેન્ટે સંક્ષિપ્તમાં એક નિવેદન આપી આ માહિતી આપી છે. શેન તેના વિલામાં નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યા હતા અને તબીબી કર્મચારીઓ દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને પુનઃજીવિત કરી શકાયા ન હતા. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ તથા પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું

વાંચો સમાચાર વિગતવાર

2) ગાંધીનગરમાં યોજાનારા વર્ષ 2022નો ડિફેન્સ એક્સપો લોજિસ્ટિક્સ કારણોસર મોકૂફ રખાયો, વાઈબ્રન્ટ સમિટ પણ રદ થવાની શક્યતા

સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો 10થી 14 માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે. જ્યારે આ વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે રદ કરવામાં આવી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

3) સોનુ સૂદ પરપ્રાંતીય શ્રમિકો બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે આગળ આવ્યા, રાજકોટ પરત ફરેલી યુવતી સાથે વીડિયો કોલથી વાત કરી

કોરોના મહામારી દરમિયાન અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચવા માટે ખૂબ જ મદદ કરી હતી અને એક મસીહા તરીકે ઊભરી આવ્યા હતા. ત્યારે હવે સોનુ સૂદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યા છે. સોનુ સૂદે યુક્રેનથી રાજકોટ પરત આવેલી યુવતી ક્રાંજ ગોસાઈ સાથે વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તમે હવે મજામાં છો ને? તો ક્રાંજે પણ જવાબ આપ્યો હતો કે સર, હું એકદમ મજામાં છું.

વાંચો સમાચાર વિગતવાર

4) વિધાનસભામાં હોબાળો: હર્ષ સંઘવી અંગે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રશ્નનો યોગ્ય ઉત્તર નહીં મળતાં બેઠક છોડી નીચે બેસી જતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા, આવી દાદાગીરી ના ચલાવી લેવાય. ગૃહમંત્રીના આવાં ઉચ્ચારણો સાથે કૉંગ્રેસના સભ્યો ઊભા થઈ હોબાળો માચાવવા લાગ્યા હતા, જેની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો, કૉંગ્રેસના સભ્યએ મંત્રીઓ સામે હાથ કરી નોંધ ના લેવાય તેવા શબ્દ બોલતા જ બધા મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા, ગૃહની કામગીરી ખોરંભે પડી ગઈ હતી.

વાંચો સમાચાર વિગતવાર

5) પેશાવરમાં નમાજ સમયે મસ્જિદમાં બ્લાસ્ટ, 56 લોકોનાં મોત, 190થી વધારે ઈજાગ્રસ્ત, બે હુમલાખોર ગાર્ડને મારી અંદર ઘૂસી ગયેલા

પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારે મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. આ હુમલામાં 56 લોકોનાં મોત થયાં છે અને 190થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 10 લોકોની હાલત ગંભીર છે. આ વિસ્ફોટ પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં આવેલી મસ્જિદમાં થયો છે. હુમલા સમયે 150થી વધારે લોકો મસ્જિદમાં હાજર હતા.પોલીસના જણાવ્યા મુજબ, બે હુમલાખોર મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં હાજર બન્ને પોલીસમેને તેમને પડકાર્યા હતા અને ફાયરિંગ થયું હતું. એમાં એક પોલીસમેનનું પણ મોત થયું હતું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યાર બાદ આ હુમલાખોરોએ મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો હતો. નજરે જોનારનું કહેવું હતું કે આ પ્રચંડ વિસ્ફોટ હતો, જ્યારે મેં આખો ખોલી તો ચારેબાજુ ધૂળની ડમરીઓ અને લોકોના મૃતદેહો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.

વાંચો સમાચાર વિગતવાર

6) ક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભાગીને પોલેન્ડ પહોંચ્યા, બાઇડને બે દિવસ પહેલાં જ એરલિફ્ટ કરવાની ઓફર આપી હતી

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ 9મા દિવસે પણ યથાવત છે. રશિયન સેનાએ ઝપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. અગાઉ પણ અહીં ફાયરિંગ થયું હતું, જેના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી. રશિયાના સૈનિકોએ પ્લાન્ટના એડમિન અને કંટ્રોલ ઈમારતોને કબજે કરી લીધી છે. આ તરફ રશિયન સૈનિકો ચેર્નિહિવમાં 24 કલાકથી હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. આ હુમલાઓમાં 47 લોકોના મોત થયા છે. શુક્રવારે સાંજે મળેલા અપડેટ્સ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુક્રેનની રાજધાની કીવના બંકરથી નીકળીને પોલેન્ડ ભાગી ગયા છે. આ એટલાં માટે મહત્વનું છે કે માત્ર બે દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સાર્વજનિક રીતે કહ્યું હતું કે ઝેલેન્સ્કી જ્યારે ઈચ્છે ત્યારે તેમને યુક્રેનમાંથી એરલિફ્ટ કરવામાં આવશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) વાતાવરણ પલટાશે:ગુજરાતમાં જોર પકડતી ગરમી વચ્ચે 7મી માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

2) 12મી માર્ચે વડાપ્રધાન મોદી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમથી ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવશે

3) રાજ્યમાં 70 દિવસ બાદ 100થી ઓછા નવા કેસ, 96 નવા કેસ સામે 237 રિકવર, શૂન્ય મોત

4) ભાગલપુરમાં બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ, 14નાં મોત,ચાર મકાન ધરાશાયી, 12 કલાક પછી પણ ઘણા લોકો કાટમાળમાં દબાયેલા

5) PM મોદીએ યુક્રેન મુદ્દે 8મી ઉચ્ચસ્તરીય બેઠક યોજી, ભારતીયોને સુરક્ષિતપણે લાવવા અને ત્યાંની સ્થિતિ અંગે સમીક્ષા કરી

6) ટેસ્ટ રમવામાં વિરાટ 'સદી':કિંગ કોહલીની 100મી ટેસ્ટમાં દ્રવિડે સ્પેશિયલ કેપ સોંપી, અનુષ્કાએ પણ હાજરી આપી; વિરાટ તેને ભેટીને ભાવુક થયો

​​​​​​​

આજનો ઈતિહાસ
વર્ષ 1931માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સવિનય કાનૂન ભંગ આંદોલનને ખતમ કર્યું હતું.

અને આજનો સુવિચાર
તમે ગમે એટલા શતરંજના મોટા ખેલાડી હોવ પરંતુ એક સીધા વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...