જામીન મેળવવા પેંતરો:સાબરમતી જેલમાં હાજર ન થવા માટે આરોપીએ પત્નીનો બોગસ કોરોના રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો, બંને સામે ફરિયાદ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા પોલીસ સ્ટેશન - Divya Bhaskar
સોલા પોલીસ સ્ટેશન
  • વચગાળાના જામીન પૂરા થતાં એક વાર પત્નીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ રજૂ કર્યો, બીજીવાર રિપોર્ટ આપવા જતાં ઝડપાયો
  • પોલીસે તપાસમાં રિપોર્ટ બોગસ જણાતાં આરોપી અને તેની પત્ની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ગાંધીનગરમાં ચાલી રહેલા એક કેસમાં આરોપી વચગાળાના જામીન પર હતો, પરંતુ મુદ્દત પૂરી થતાં આરોપીએ જેલમાં હાજર રહેવાનું હતું. પરંતુ હાજર ન રહેવુ પડે તે માટે કોર્ટમાં ખોટો કોરોના રિપોર્ટ રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે જામીન લંબાવ્યા હતા. પરંતુ જામીન પૂરા થતાં ફરીથી કોરોના પોઝિટિવ રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અંગે પોલીસે તપાસ કરતા રિપોર્ટ બોગસ હોવાનું સામે આવતા પોલીસે જ આરોપી અને તેની પત્ની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપીને ધરપકડ બાદ સાબરમતી જેલ હવાલે કરાયો હતો
ગત જુલાઈ મહિનામાં વિજય ટાંક વિરુદ્ધ ગાંધીનગર ઇન્ફોસિટીમાં એક ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ આરોપીની પત્ની વીણાએ હાઇકોર્ટમાં વચગાળાના જમીન માટે અરજી કરતા કોર્ટ 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી જામીન મંજૂર કર્યા હતા. 21 ફેબ્રુઆરીએ હાજર થવાનું હોવાથી આરોપી હાજર રહ્યો નહતો અને વકીલ મારફતે કોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સર્ટી રજૂ કરીને જામીન લંબાવવા અરજી કરી હતી. કોર્ટે 2જી ફેબ્રુઆરી સુધી જામીન લંબાવ્યા હતા. જે બાદ 1 માર્ચે હાજર થવાનું હતું, પરંતુ 1 માર્ચે પણ હાજર થયા નહોતા અને આરોપીની પત્ની વીણાએ કોર્ટમાં ફરીથી કોરોના પોઝિટિવ અને હોસ્પિટલમાં દાખલ હોવાનું સર્ટી રજૂ કર્યું હતું.

ઈન્ફોસિટી પોલીસે લેબમાં તપાસ કરતાં હકીકત સામે આવી
2 વખત સર્ટી રજૂ કરીને જામીન લંબાવતા કોર્ટે પોલીસને ખરાઈ કરવાનું કહેતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા અગાઉ જ્યાં રિપોર્ટ કરાવ્યો હતો તે લેબમાં તપાસ કરી હતી. ત્યારે લેબના ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે આરોપીનો રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ છેડછાડ કરીને મૂક્યો હતો.બોગસ રિપોર્ટ અંગે પોલીસે કોર્ટને પણ જાણ કરી હતી, જેથી કોર્ટ પોલીસને ફરિયાદ કરવાનો આદેશ કરતા LCB પી.આઈ. વી કે રાઠોડે આરોપી વિજય ટાંક અને તેમની પત્ની વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...