કડક કાર્યવાહી:અમદાવાદના વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહંમદ હમજા નામના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે
  • લૂંટને અંજામ આપી દીધા બાદ આરોપી માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો

શહેરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટવાની ઘટના ઘણીવાર સામે આવે છે. એવી જ એક ઘટના ગઈકાલે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઘટી હતી. જેમા બે આરોપીઓએ નકલી પોલીસ બનીને એક યુવકને છરી બતાવી 18500ની લૂંટ ચલાવી હતી. જે બાદ આરોપીઓને પકડવા માટે પોલીસ વોચ ગોઠવી હતી અને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય એકને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આરોપીનું નામ મહંમદ હમજા શેખ છે. આરોપીને નકલી પોલીસ બનીને લૂંટ કરતા ગુના માં પોલીસે ધરપકડ કરી છે. આરોપીના માથામાં વાળ નથી પરંતુ આવળ નો હોવા પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોકી જશો. આરોપી નકલી પોલીસ બનીને લૂંટ કરવા જતી વખતે માથામાં લાંબા વાળ રાખતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ આરોપી માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. વેજલપુર વિસ્તારમાં ગઇકાલે આરોપી મહંમદહમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની છરી બતાવી ને યુવક પાસેથી 18500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ફરાર આરોપી
ફરાર આરોપી

પોલીસ ઓળખી ના શકે તે માટે મુંડન કરવી દેતો
વિજલપુર પોલીસને લૂંટમાં વપરાયેલી વાહનની ચોક્કસ બાતમી મળતા ફતેવાડી કેનાલ પાસેથી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા પોલીસ તેને ઓળખી ના શકે તે માટે મુંડન કરવી દેતો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતાં અગાઉ ગાંધીનગર અને કાલુપુર વિસ્તારમાં લૂંટને અંજામ આપી ચુક્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે થઈને આ પ્રકારની લૂંટને અંજામ આપતો હતો.

અન્ય ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
હાલ તો પોલીસે લૂંટને અંજામ આપનાર બે આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરી ફરાર આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારની લૂંટ કરી છેકે કેમ તમામ ખુલાસા સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...