તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન પચાવી પાડવાનો મામલો:અમદાવાદના પોપ્યૂલર બિલ્ડર્સના રમણ પટેલે રાતે ઘરેથી જમવાનું માગ્યું પોલીસે બહારનું સાદું જમવાનું આપ્યું, બ્લેન્કેટ પણ આરોપીને આપવામાં આવે છે એ જ આપ્યું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમણ પટેલને પોલીસ સ્ટેશનમાં સાંજે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી લાવવામાં આવ્યો હતો

એસજી હાઇવે પર થલતેજમાં આવેલી રૂ. 600 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં સોલા પોલીસ દ્વારા બુધવારે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ અને દશરથ પટેલને શાહી સગવડ આપવાના વિવાદ બાદ સોલા પોલીસ દ્વારા વિવાદ ન થાય તેના માટે પુરતી તકેદારી રાખી છે. કરોડો રૂપિયાના આસામી બિલ્ડર રમણ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં લાદી પર આરોપીને આપેલા ધાબળા ઓઢીને સૂવું પડ્યું હતું. રમણ પટેલને પોલીસ સ્ટેશનમાં સાંજે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી લાવવામાં આવ્યો હતો.

ઓઢવા માટે ઘરેથી ધાબળો-બ્લેન્કેટ મંગાવવા કહ્યું હતું
પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ રમણ પટેલને સીધો લોકઅપમાં જ મોકલી આપવામાં આવ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મુક્યા બાદ રમણ પટેલે રાતે ઘરેથી જમવાનું માગ્યું હતું, પરંતુ પોલીસે દરેક આરોપી માટે જે સાદું જમવાનું બહારથી લાવીને આપવામાં આવે છે એ જ જમવાનું આપ્યું હતું. ઓઢવા માટે ઘરેથી ધાબળો-બ્લેન્કેટ મંગાવવા કહ્યું હતું. પરંતુ પોલીસે તેને આરોપીઓને જે બ્લેન્કેટ-ધાબળો આપવામાં આવે છે એ જ આપ્યું હતું અને રાતે લાદી પર સુઈ ગયો હતો.

વિનંતી કરતાં પોલીસે તેને ચા અને બિસ્કિટ આપ્યા હતા
રમણ પટેલે સવારે ઉઠીને ચા અને બિસ્કીટ આપવા પોલીસને વિનંતી કરતાં પોલીસે તેને ચા અને બિસ્કિટ આપ્યા હતા. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી રમણ પટેલને લોકઅપમાંથી બહાર જ કાઢવામાં આવ્યો નથી. આરોપીને જે રીતે લોકઅપમાં રખાય છે તેમ જ રાખ્યો છે. લોકઅપની બહાર બે પોલીસકર્મીઓ બેસાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...