તોડકેસ:આરોપી PSI શ્વેતા જાડેજા રૂ. 1.12 લાખનો મોબાઇલ વાપરતી હોવાનો કોર્ટમાં ઘટસ્ફોટ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી PSI શ્વેતા જાડેજા. - Divya Bhaskar
આરોપી PSI શ્વેતા જાડેજા.
  • ફોનનું બિલ પણ બીજાએ ચૂકવ્યું, કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ ફગાવતાં જેલમાં મોકલી દેવાઈ

દુષ્કર્મના કેસના આરોપીને પાસામાં નહીં મોકલવા બદલ રૂ.35 લાખનો તોડ કરનારી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા રૂ. 1.12 લાખનો મોબાઇલ વાપરતી હોવાનો કોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. આ મોબાઇલ ફોનના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી યોગેશ શર્મા નામની વ્યક્તિએ કરી હતી. બીજી તરફ પોલીસે શ્વેતા જાડેજાના વધુ 3 દિવસના  રિમાન્ડની કરેલી માગણી એડિ.સેશન્સ જજ એસ.એચ.પટેલે ફગાવી દઈ તેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી કબજે કરેલા મોબાઇલની તપાસ દરમિયાન તે મોબાઇલનાં નાણાં કઈ રીતે ચૂકવાયેલા છે, આંગડિયા મારફતે આવેલા રૂ.20 લાખ આરોપીના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ સ્વીકારેલા જેથી તેની તપાસ કરવા માટે આરોપીની હાજરીની જરૂર છે.

આ તરફ આરોપી તરફે એવી રજૂઆત કરાઈ હતી કે, કહેવાતો કોઇ ગુનો કર્યો નથી. તેઓને ખોટી રીતે સંડોવાયાં છે. ફરિયાદ દાખલ કરતા પહેલા અને તપાસ કરતાં પહેલા કલમ 17(1)ની જોગવાઇ મુજબ પરવાનગી મેળવવી જરૂરી છે. લાંચની કોઇ રકમ સ્વીકારી નથી. 

અન્ય સમાચારો પણ છે...