તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Accused PSI Absconding For Three Days, Home office Searched By Police; Despite Being In The IB, He Was Rumored To Be In The Police Station crime Branch

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL સટ્ટા કેસ:આરોપી PSI ત્રણ દિવસથી ફરાર, ઘર-ઓફિસે પોલીસે શોધખોળ કરી; IBમાં છતાં પોલીસ સ્ટેશન-ક્રાઇમ બ્રાંચમાં હોવાનો રોફ મારતો હતો

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોટેરા સ્ટેડિયમની ફાઇલ તસવીર - Divya Bhaskar
મોટેરા સ્ટેડિયમની ફાઇલ તસવીર
 • કિશનસિંહ બુકી પાર્થને સરકારી ગાડીમાં સ્ટેડિયમના ગેટ સુધી મૂકવા જતો હતો

મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની 2 મેચ પર સટ્ટો રમતા પકડાયેલા બુકી પાર્થને બંને મેચ જોવા માટે સ્ટેડિયમના ઇમરજન્સી ગેટ સુધી સરકારી ગાડીમાં મૂકી ગયેલો આઈબી પીએસઆઈ કિશનસિંહ રાઓલ ફરાર છે, જેથી પોલીસે તેની ઓફિસ, ઘરે શોધખોળ કરીહતી. ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે ઇમરજન્સી ગેટ પાસેથી પાર્થ કંસારા નામના યુવકને ઝડપી લીધો હતો. પાર્થ ફોનમાં એપ ડાઉનલોડ કરીને મેચ પર સટ્ટો રમાડતો હતો. પાર્થ નીતેશ લિમ્બાચિયા, છોટુ મારવાડી, ચિરાગ અને દેવ દવે બુટલેગરોને લાઇવ સ્કોર જણાવતો હતો. પાર્થે કબૂલ્યું હતું કે, આઈબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો કિશનસિંહ રાઓલ પણ તેમની સાથે ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલો છે. આઈબીમાં હોવા છતાં તે પોલીસ સ્ટેશનમાં કે ક્રાઇમ બ્રાન્ચમાં હોય તેવો રોફ લોકો પર જમાવતો હતો.

ધરણીધર ચાર રસ્તા પાસે કિશનસિંહની બુકીઓ સાથે બેઠક હતી
કિશનસિંહની ધરણીધર ચાર રસ્તા પાસે બેઠક છે. ત્યાં અમદાવાદના 7થી 8 બુકી તેને મળવા આવતા હતા. સ્થાનિકોએ આ વિશે પોલીસને સચોટ માહિતી આપી છે. જોકે જ્યારથી કિશનસિંહનું નામ આઈપીએલના સટ્ટામાં ખૂલ્યું ત્યારથી તે ભૂગર્ભમાં હોવાથી ધરણીધર ખાતેની તેની બેઠકે પણ આવ્યો નહીં હોવાનું સ્થાનિક રહીશોએ પોલીસને જણાવ્યું હતું.

રાજકીય વગનો ઉપયોગ કરી હાજર થવાની શક્યતા
કિશનસિંહ 2018ની બેચના પીએસઆઈ છે. જોકે કિશનસિંહ અને તેના પરિવારને કેટલાક મોટા ગજાના રાજકારણીઓ-આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો છે. આથી તેમની વગનો ઉપયોગ કરીને કિશનસિંહ રાઓલ 1-2 દિવસમાં ચાંદખેડા પોલીસ સમક્ષ હાજર થાય તેવી શકયતા છે.

IBના PIને ગાડી મળતી નથી પણ કિશનસિંહ પાસે હતી
આઈબીમાં પીઆઈને પણ સરકારી ગાડી મળતી નથી. જ્યારે કિશનસિંહ પીએસઆઈ હોવા છતાં તેણે વગનો ઉપયોગ કરી સરકારી બોલેરો જીપ મેળવી હતી. આટલું જ નહીં કિશનસિંહ સરકારી ગાડીમાં જ 26-27 એપ્રિલ પાર્થને મોટેરા સ્ટેડિયમના ઈમરજન્સી ગેટ સુધી મૂકી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો