પોલીસ કાર્યવાહી:અમદાવાદમાં મંદિરમાંથી દાગીનાની ચોરી તથા ફ્લેટમાંથી એક્ટીવા ચોરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા - Divya Bhaskar
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓનો ભેદ વાસણા સર્વેલન્સ સ્કવોર્ડે ઉકેલ્યો

અમદાવાદમાં ચોરીના ગુનાઓ વધી રહ્યાં છે. પોલીસનુ સઘન પેટ્રોલિંગ હોવા છતાં ઘરફોડ અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મંદિરમાંથી ચોરી તથા ફ્લેટમાંથી એક્ટીવાની ચોરી કરનારા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ વાસણા સર્વેલન્સ સ્ક્વોર્ડે ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે દાગીના અને એકટીવા ઝડપ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશ્નર તરફથી આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત સંયુક્ત પોલીસ કમિશ્નર ઝોન- સાત દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બંસીધર ગાર્ડન પાસે બે ઈસમો એક શંકાસ્પદ એક્ટીવા સાથે મળી આવ્યાં હતાં. પોલીસે તેમની પુછપરછ કરી હતી. તેમની પાસેથી સાત હજાર રૂપિયાની કિંમતનો એક પીળા રંગનો પ્લેટીનમનો હાર જે વચ્ચેના ભાગેથી તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. તે ઉપરાંત એક કાળા કલરનું એક્ટીવા પણ મળ્યું હતું.

પોલીસે 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
આરોપીઓએ આ એક્ટીવા બોડકદેવ શ્રીધર એપાર્ટમેન્ટના કોમન પાર્કીગ માથી ચોરી થયેલ હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીઓએ દાગીના વસ્ત્રાપુરમાં બ્રિજ પાસેના એક મંદિરમાંથી ચોર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ બંને ચોરીના ગુનાઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતાં. પોલીસે આરોપી ભુપેનકુમાર કશ્યપ તથા વિવેક રાજપૂતની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કુલ 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.